રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૪૪૯ સામે ૭૫૯૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૫૬૮૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૩૪૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૭૨ સામે ૨૩૦૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૦૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૨૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુક્રેન-રશીયા વચ્ચેના યુદ્વનો અંત લાવવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટમાં રશીયાના પ્રમુખ પુતિને કેટલીક આકરી શરતો સાથે તૈયારી બતાવતાં અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો જાળવી રાખતા અને આગામી સમયમાં બે વખત રેટ કટ કરવાનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે આજે સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેકસે ફરી ૭૬૦૦૦ પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચરે ૨૩૦૦૦ પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા.
ઉપરાંત, ભારતીય શેરબજાર ઓવરસોલ્ડ પોઝિશનમાં હોવાથી અને નાણા વર્ષ ૨૦૨૪-૨૫નો અંત આવી રહ્યો હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા પાછલા દિવસોમાં ઉછાળે વેચેલા સારા શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરીફ વોરના પગલે અનિશ્ચિતતા યથાવત્ રહેતા ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ટેક, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, આઈટી, ફોકસ્ડ આઇટી, હેલ્થકેર અને એફએમસીજી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૬ અને વધનારની સંખ્યા ૨૪૧૦ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૪.૧૭%, ટાઈટન કંપની ૩.૮૨%, ટીસીએસ લી. ૧.૮૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૮૬%, ઇન્ફોસિસ લી. ૧.૭૪%, નેસ્લે ઇન્ડિયા ૧.૬૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૬૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૫૬% અને એચડીએફસી બેન્ક ૧.૩૪% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૨૩%, બજાજ ફાઈનાન્સ ૦.૬૬% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૫ ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૩૨ લાખ કરોડ વધીને ૪૦૮.૩૩ લાખ કરોડ રહ્યું હતું.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઈમ્પોર્ટ પર ભારતની ઓછી નિર્ભરતાને કારણે તેને અમેરિકાની ટેરિફ વોરની ખાસ અસર જોવા નહીં મળે એમ જણાવી રેટિંગ એજન્સી ફીચે નાણાં વર્ષ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસ દરના ૬.૫૦%ના અંદાજને જાળવી રાખ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૭માં પણ ભારતનો આર્થિક વિકાસ દર ૬%થી વધુ રહી ૬.૩૦% રહેવા ફીચ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. નાણાં વર્ષ ૨૦૨૬ માટેના ૬.૫૦%ના અંદાજને જાળવી રખાયો છે જ્યારે નાણાં વર્ષ ૨૦૨૭ માટેનો અંદાજ ૬.૨૦% પરથી વધારી ૬.૩૦% મુકાયો હોવાનું ફીચના રિપોર્ટમાં જણાવાયું છે.
રિઝર્વ બેન્કે આગામી નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ ૬.૭૦% મૂકયો છે. ભારતમાં ઉપભોગતા તથા વેપાર વિશ્વાસ મજબૂત છે એટલું જ નહીં ઈન્ફ્રાસ્ટ્રકચર વિસ્તરણ ઈન્વેસ્ટમેન્ટને ટેકો આપી રહ્યું છે. ક્ષમતા ઉપયોગીતા ઊંચી જળવાઈ રહી છે અને નિકાસમાં પણ વધારો જોવા મળી રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન નાણાં વર્ષ માટે ૬.૪૦%ની ધારણાં મૂકવામાં આવી છે. ભારતમાં ફુગાવો રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટની નજીક સરકી રહ્યો હોવાનું ધ્યાનમાં રાખી ફીચે વ્યાજ દરમાં કપાતને લઈને આશાવાદ વ્યકત કર્યો છે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.