રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૧૬૮૩.૨૩ સામે ૭૨૦૦૮.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૩૧૨.૭૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૩.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૯.૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧૪૨૩.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૬૭૨.૧૫ સામે ૨૧૭૪૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૫૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૩.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૨.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૬૨૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરાયું હોવાથી ભારતીય શેરબજારનો ટ્રેડિંગ સમય પણ બદલવામાં આવ્યો હતો અને ઈતિહાસમાં પ્રથમ વખત આજરોજ શનિવારે ભારતીય શેરબજાર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. પાકિસ્તાન-ઈરાન વચ્ચે વધતાં ટેન્શન અને ચાઈનામાં વકરતી આર્થિક મંદી વચ્ચે મેગા સ્ટીમ્યુલસ પગલાં લેવામાં સરકારના વિલંબ તેમજ અમેરિકા સહિતની વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની અનિશ્ચિતતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં આજે ઈન્ડેક્સ બેઝડ બે તેરફી અફડાતફડીના અંતે ઉછાળે નફારૂપી વેચવાલીએ ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, સર્વિસિસ, પાવર, બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન, ફાઈનાન્સિયલ સર્વિસિસ, મેટલ, એનર્જી, કમોડિટીઝ, ઓઈલ એન્ડ ગેસ અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૮ અને વધનારની સંખ્યા ૨૦૬૩ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક મહિન્દ્રા બેન્ક ૨.૩૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૯૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૭૬%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૬૧% અને એચડીએફસી બેન્ક ૦.૫૪% વધ્યા હતા, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર ૩.૭૨%, ટીસીએસ ૨.૦૭%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૯૨%, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૭૨% અને એચસીએલ ટેક્નોલોજીસ ૧.૫૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૮૭ લાખ કરોડ વધીને ૩૭૪.૪૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવો જ્યાં સુધી ૪% આસપાસ સ્થિર નહીં થાય ત્યાં સુધીવ્યાજ દરમાં કપાત અંગે વિચારણા કરાશે નહીં એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. ફુગાવો હાલમાં ધીમો પડવા લાગ્યો છે ખરો પરંતુ ફુગાવો નીચા સ્તરે સ્થિર રહેશે તેવા સ્પષ્ટ પુરાવા જ્યાંસુધી જોવા નહીં મળે ત્યાંસુધી વ્યાજ દરમાં કપાત અંગે કંઈપણ કહેવાનું વહેલુ ગણાશે, રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની છેલ્લી પાંચ બેઠકમાં વ્યાજ દર યથાવત રખાયા છે. અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડશે ત્યારબાદ આરબીઆઈ પણ વર્તમાન વર્ષમાં ઘટાડો શરૂ કરશે તેવી અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખી રહ્યા છે.
એપ્રિલથી શરૂ થનારા નવા નાણાં વર્ષમાં ફુગાવો સરેરાશ ૪.૫૦% રહેવા અપેક્ષા છે. વ્યાજ દરમાં કપાતની બાબતમાં ભારત ફેડરલનું અનુકરણ કરશે તેવું જણાતું નથી. ભારતમાં વ્યાજ દરનું સ્તર હાલના સ્તરે હજુ જળવાઈ રહેશે. ભારતમાં ડિસેમ્બરનો ફુગાવો વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. ખાધાખોરાકીના ભાવમાં વોલેટિલિટીને પરિણામે ફુગાવો ઊંચો રહેવા પામ્યો છે. ખાધાખોરાકી તથા ઈંધણ ખર્ચને બાદ કરીએ તો, રિટેલ ફુગાવો ૪%થી નીચે રહ્યો છે, જેને કારણે વ્યાજ દરમાં કપાતની અપેક્ષા વધી ગઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.