રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૪.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૭૯૪૯.૪૨ સામે ૪૮૪૭૩.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૪૩૮.૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૩૯.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૩.૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭૭૦૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૭૪.૧૫ સામે ૧૪૫૦૨.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૨૫.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૨૯૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ દેશભરમાં ચિંતાજનક ઝડપે ફેલાઈ રહ્યું હોઈ દેશમાં ફરી વ્યાપક લોકડાઉન લાદવાની અને કર્ફયુ સાથે આકરાં અંકુશના પગલાં લેવાની ફરજ પડી રહી હોઈ આગામી દિવસોમાં દેશના અર્થતંત્રને મોટો ફટકો પડવાના અંદાજો છતાં આજે શરૂઆતી તબક્કામાં ભારતીય શેરબજારમાં ફંડોએ તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું, પરંતુ કોરોના સંક્રમણની બીજી લહેર દેશભરમાં ભયંકર ઝડપે ફેલાવા લાગી હોઈ આ વખતે કોરોના અત્યંત ઘાતક નીવડીની મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતા રાજયોમાં સર્જાયેલી આ હેલ્થ કટોકટી દેશની આર્થિક કમર પણ તોડી નાંખશે એવા ફફડાટ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાના અહેવાલોએ ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે ધંધા-રોજગાર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજો આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, આઈટી, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૩૨ અને વધનારની સંખ્યા ૧૬૪૫ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના રોગચાળાની બીજી લહેરએ આર્થિક રિકવરીની ગતિ ફરી ધીમી કરી દીધી છે. રાજ્યો દ્વારા કોરોના ચેપને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બેરોજગારી વધી છે. સીએમઆઈઇના રિપોર્ટ અનુસાર, ૧૧ એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં શહેરી બેરોજગારી વધીને ૯.૮૧% થઈ ગઈ છે. ત્યાં જ, તે ૨૮ માર્ચે અઠવાડિયામાં તે ૭.૭૨% અને માર્ચ મહિનાના આખા મહિનામાં ૭.૨૪% હતી.
માર્ચ માસથી કોરોનાની બીજી લહેરની અસર શહેરી રોજગાર પર જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનાં શહેરોમાં આંશિક લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. કોરોનાને કારણે મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરની નબળી કામગીરીને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં, કોરોનાની કડક ચકાસણી સાથે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર સાથે પ્રવેશના નિયમને કારણે પર્યટન ક્ષેત્રે રોજગાર ઘટવાની પણ સંભાવના છે અને આગામી દિવસોમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.