રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૩.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૨૧૬.૫૨ સામે ૪૮૮૮૧.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૫૮૬.૯૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૧૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪૧.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૮૫૮.૨૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૭૭.૦૫ સામે ૧૪૪૯૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૩૭૧.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૩.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૬.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૫૩.૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગ બાદ બોન્ડ યીલ્ડમાં વધારાના પગલે વૈશ્વિક શેરબજારમાં સાવચેતી સાથે ભારતમાં ફરી કોરોના વિસ્ફોટ થતાં મહારાષ્ટ્રમાં કાબૂ બહાર પરિસ્થિતિ સાથે ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતમાં વધતાં કેસોએ ચિંતામાં ફરી નાઈટ કર્ફયુ સહિતના પગલાં લેવાની પડેલી ફરજ અને ફરી લોકડાઉન જેવી પરિસ્થિતિએ દેશના અર્થતંત્ર પર માઠી અસર પડવાના એંધાણ વચ્ચે ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ ભારે બે તરફી અફડા તફડી સાથે શોર્ટ કવરિંગ દ્વારા તેજી તરફી ચાલ જોવા મળી હતી.
વિશ્વને ફરી હચમચાવવા લાગેલા કોરોના સંક્રમણની બીજી લહેર શરૂ થઈ જતાં અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના પ્રમુખ રાજયોમાં ચિંતાજનક પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારાને લઈ કેન્દ્ર અને રાજય સરકારોએ તાકીદે લોકડાઉનની દિશામાં રાત્રી કર્ફયુ સહિતના અંકુશના કડક પગલાં લેવા લાગતાં અર્થતંત્ર પરની ભીંસ વધવાના અને બેરોજગારીમાં વધારો થવાના ભયને લઈ આજે ભારતીય શેરબજારમાં ભારે અફડા તફડી જોવા મળી હતી. આ સાથે યુ.એસ.ફેડરલ રિઝર્વની ગઈકાલે મીટિંગના અંતે વ્યાજ દર શૂન્ય નજીક યથાવત રાખવામાં આવતાં અને સાથે આર્થિક રિકવરી વેગ પકડી રહી હોઈ આર્થિક વૃદ્વિના આશાવાદ વચ્ચે વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૮ અને વધનારની સંખ્યા ૧૪૭૩ રહી હતી, ૨૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો આર્થિક વિકાસ સંદર્ભમાં ટૂંકા ગાળા માટે ચિંતાજનક બની શકે છે અને નીતિઓ ફરી સામાન્ય બનવામાં અપેક્ષા કરતા વધુ ઢીલ જોવા મળી શકે છે પરંતુ આગામી નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહેવાની ધારણાંમાં હજુ કોઈ ઘટાડો આવ્યો નથી એમ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. જો કે ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો હોવાથી નવા કેસોની અર્થતંત્ર પર મર્યાદિત અસર જોવા મળશે અને ઉદાર નાણાં નીતિ પણ અર્થતંત્ર માટે ટેકારૂપ બની રહેશે.
દેશમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોરોનાના કેસો ફરી માથું ઊંચકી રહ્યા છે. વર્તમાન નાણાં વર્ષનો દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેવાનો અંદાજ છે. ગયા વર્ષના ઓકટોબરથી દેશમાં ઉપભોગ માગમાં વધારો થયો છે, અને રિટેલ વેચાણ પણ કોરોના પહેલાના સ્તરે જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર ફરી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાના મૂડમાં નથી. દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે ત્યારે હાલના તબક્કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો અર્થતંત્ર માટે પ્રતિકૂળ એવા સખત પગલાં લેવાનું ટાળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.