Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

25
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૧.૨૦૨૪ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૧૮૬.૮૬ સામે ૭૧૭૮૬.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૫૪૨.૭૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯૬.૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૬૮૩.૨૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૫૨૭.૪૫ સામે ૨૧૬૨૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૫૭૯.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૮.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૭.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૬૭૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. વૈશ્વિક સ્તરે પાકિસ્તાન – ઈરાન વચ્ચે વધતાં વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન અને ચાઈનામાં વકરતી આર્થિક મંદી વચ્ચે મેગા સ્ટીમ્યુલસ પગલાં લેવામાં સરકારના વિલંબ તેમજ અમેરિકા સહિતની વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની અનિશ્ચિતતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ બુધવારે સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં મોટા કડાક બાદ ગુરુવારે પણ દરેક ઉછાળે નફારૂપી વેચવાલી બાદ આજે સપ્તાહના અંતે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

કોર્પોરેટ ઈન્ડિયાના ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની સિઝનમાં અપેક્ષાથી નબળા પરિણામે ભારતીય શેરબજારમાં સતત ઘટાડા બાદ આજે ફંડોની લેવાલીએ સેન્સેક્સ, નિફટી બેઝડ આજે અસાધારણ અફડાતફડીના અંતે ઘટાડે વી-સેઈપ રિકવરી વચ્ચે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝીટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, ઈન્ડસ્ટ્રિયલ્સ, એનર્જી, કેપિટલ ગુડ્સ અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૬ અને વધનારની સંખ્યા ૨૪૬૯ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૩.૫૨%, એનટીપીસી ૩.૦૪%, ટેક મહિન્દ્રા ૨.૫૬%, ટાટા સ્ટીલ ૨.૪૦% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૩૮% વધ્યા હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૨૪% એચડીએફસી બેન્ક ૧.૦૮% કોટક મહિન્દ્રા બેન્ક ૦.૬૬% અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૧૦% ઘટ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૨૫ કંપનીઓ વધી અને ૦૫ કંપનીઓ ઘટી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૮૮ લાખ કરોડ વધીને ૩૭૩.૫૭ લાખ કરોડ રહ્યું હતું.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં માર્ચ,૨૦૨૩થી શરૂ થયેલ બુલરન તબક્કાવાર આગળ વધતો જોવા મળી રહ્યો છે અને બેંચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ-નિફટી નવા શિખરે પહોંચી રહ્યાં છે. સામે પક્ષે ચીનના અર્થતંત્રમાં મંદીનું જોખમ, વધતું દેવું તથા ડિફોલ્ટનું જોખમ અને ડિફ્લેશન સામે યુદ્ધને કારણે ચીનના શેરબજારમાં પણ છેલ્લા ૨-૩ વર્ષમાં સામાન્ય ફેરફાર જ જોવા મળ્યો છે. કોરોના બાદ ભારતમાં વિદેશી રોકાણકારો – વિદેશી કંપનીઓ – સ્થાનિક રોકાણકારો વિશ્વાસ વધ્યો છે અને નવા રિટેલ રોકાણકારોના ધસારાથી બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. બે ઉભરતા બજારના ચીન અને ભારત, બેમાંથી એકની પસંદગીમાં રોકાણકારોની પહેલી પસંદગી ભારત બની રહ્યું છે.

પ્રતિસ્પર્ધી ચાઈનીઝ શેરોની સરખામણીએ ભારતીય શેર સૌથી મોંઘા સ્તરની નજીક પહોંચ્યા છે. રોકાણકારોના ભારત તરફી ધસારાને કારણે ચીનને પછાડીને સ્થાનિક કંપનીઓના શેર ઉંચા વેલ્યુએશને ટ્રેડ થઈ રહ્યાં છે. બ્લૂમબર્ગના સંકલિત ડેટા અનુસાર એમએસસીઆઈ ઇન્ડિયા ઇન્ડેક્સ ફોરવર્ડ કમાણીના અંદાજ પર આધારિત વેલ્યુએશન પર ચીનના મુખ્ય બજાર કરતાં ૧૫૭% પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ આંકડો ઓક્ટોબર, ૨૦૨૨ના અત્યાર સુધીના રેકોર્ડ લેવલથી માત્ર ૩% ઓછું છે, ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઘણા શેરો ઓવરબોટ હોવાથી શકય છે કે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પ્રોફિટ બુકિંગ થતું જોવા મળે જેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field