રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૨.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૩૨૪.૬૯ સામે ૫૧૨૩૮.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૬૨૪.૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૮.૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૪.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૮૮૯.૭૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૧૬.૧૦ સામે ૧૫૦૬૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૯૦૦.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૯.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૦૦૬.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોની ઈન્ડેક્સ બેઝડ સતત નફારૂપી વેચવાલી રહી હતી. કોરોના સંક્રમણ ફરી દેશના વિવિધ રાજયોમાં વધવા લાગતાં અને મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં કેટલાક શહેરોમાં ફરી લોકડાઉનના સંકેત અને એના પરિણામે આર્થિક ગતિવિધિ પર અસર પડવાના અને ભારતીય અર્થતંત્ર અને આર્થિક વિકાસને ફરી ફટકો પડવાની ભીતિએ ફંડોએ આજે સાવચેતીમાં સતત વેચવાલી કરી હતી. ખાસ પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવો ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે નેગેટીવ બની રહેવાના અને વાહનોના વેચાણને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ઓફલોડિંગ સાથે પીએસયુ બેંકોમાં ખાનગીકરણની તૈયારીએ બેંકિંગ અને ફાઈનાન્સ શેરોમાં આજે સતત ચોથા દિવસે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું.
વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક બજારમાં ઊંચા વેલ્યૂએશન્સે મુંબઈ સહિતના શહેરોમાં ફરી લોકડાઉનની ભીતિને પગલે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ભારતીય શેરબજારમાં કેન્દ્રિય બજેટ બાદ કોઈ મોટું ટ્રિગર ન રહેતા ફંડો તેજીનો વેપાર હળવો કરતા જોવાયા હતા. કેરળ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેને કારણે ચિંતા વધતા ભારતીય શેરબજાર સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૯ અને વધનારની સંખ્યા ૧૧૮૨ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં ગત એપ્રિલથી અંદાજીત ૮૦% થી વધુની તેજી નોંધાઈ છે. આરબીઆઈએ પણ જણાવ્યુ છે કે વિદેશી રોકાણકારોની લિક્વિડિટીને કારણે જ બજારમાં તેજી છવાયેલી છે. આગામી દિવસોમાં ફાઈનાન્શિયલ સેક્ટરની સ્થિરતા સામે જોખમ ઊભું થતાં અને ભારતીય ઈક્વિટી માર્કેટમાં વેલ્યૂએશન ઊંચા હોવાથી હવે સાવચેતી જરૂર બની રહેશે. ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં ભારે ખરીદી કરી હતી અને અત્યાર સુધીમાં સૌથી વધુ ત્રિમાસિક રોકાણ કર્યું હતું. માર્ચના ક્વાર્ટરમાં પણ FIIની આક્રમક ખરીદી ચાલુ રહી છે પરંતુ સ્થાનિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સની ડિસેમ્બર ક્વાર્ટરમાં અને માર્ચ ક્વાર્ટરમાં અત્યાર સુધીમાં નેટ વેચવાલ જ રહ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે તે અંગે વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને તેને કારણે અર્થતંત્ર અંગે પણ વિશ્વાસ વધી રહ્યો છે.
કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિન ડેવલપમેન્ટ અને વિતરણના માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલ સામે વિશ્વને હચમચાવી મૂકનારા કોરોના વાઈરસના હજુ પણ વૈશ્વિક સ્તરે સંક્રમણ અને ભારતમાં પણ નવા વેવમાં સ્થિતિ નાજુક હોવા સાથે કૃષિ સુધારા મામલે ખેડૂતોના આંદોલન વચ્ચે પરિસ્થિતિ સ્ફોટક હોવા સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.