Home વ્યાપાર જગત - BUSINESS બજારમાં એફઆઈઆઈની આગેવાનીમાં લિક્વિડિટી આધારિત બજારમાં આગેકૂચ ચાલુ રહેવાની સંભાવના…!!!

બજારમાં એફઆઈઆઈની આગેવાનીમાં લિક્વિડિટી આધારિત બજારમાં આગેકૂચ ચાલુ રહેવાની સંભાવના…!!!

200
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

ઐતિહાસિક કેલેન્ડર વર્ષ ૨૦૨૦વિશ્વભરને યાદ રહેશે. વર્ષની શરૂઆતમાં કોરોના રોગચાળો અને વર્ષના અંત સુધી તેનો કહેર યથાવત રહ્યો. કોરોનાને કારણે તમામ પ્રકારની ગતિવિધિઓ અટકી ગઈ હતી. આ રોગચાળાને રોકવા માટે લોકડાઉન જેવા સખત નિર્ણયો પણ લેવા પડ્યા અને આર્થિક મોરચે સૌથી વધુ ફટકો પડ્યો. માર્ચમાં કોરોનાના ડરના લીધે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર અને રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો અને શેરબજારે રોકાણકારોને એક તબક્કે ભારે નુકશાની આપી હતી.

મિત્રો, માર્ચ અને તેના પછીનાં મહિનાઓ બાદ સુધી કોઈને એવી અપેક્ષા નહોતી કરી કે ભારતીય શેરબજારમાં ઝડપથી વિદેશી રોકાણકારો દ્વારા ભારે લિક્વિડિટી ફ્લો આવશે અને સેન્સેક્સ-નિફ્ટી ડિસેમ્બર માસમાં ઉચ્ચ સ્તરે એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવશે. ભારતીય શેરબજારે ૨૩મી માર્ચના રોજ સેન્સેક્સ ૨૫૯૮૧ પોઈન્ટ પર બંધ થયો હતો અને આ જ રીતે નિફ્ટી ૭૬૧૦.૨૫ પર બંધ રહ્યો હતો જ્યાંથી આજ સુધી અંદાજે ૮૦%થી વધુની રિટર્ન તેજી દ્વારા સેન્સેક્સ અને નિફ્ટીએ ૧૮ ડિસેમ્બરના રોજ એક નવો રેકોર્ડ દ્વારા સેન્સેક્સ ૪૭૦૨૬ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૧૩૭૯૯.૭૫ પર નવી સપાટીઓ જોવા મળી છે. જીડીપીમાં જૂન ક્વાર્ટરમાં ૨૩.૯%નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૭.૫%નો ઘટાડો જોવા મળ્યો હતો.

સરકાર દ્વારા અર્થતંત્રમાં રિકવરીના તમામ પ્રોત્સાહક પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે ત્રણ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેના હવે સકારાત્મક સંકેત જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટેની રણનીતિમાં લાગેલા છે.જ્યારે તમામ રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતા ઝડપી રિકવરીનું અનુમાન વ્યકત કર્યું છે.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

પોઝિટિવ મેક્રો-ઈકોનોમિક ઈન્ડિકેટર્સ અને વૈશ્વિક સ્તર પર યુએસ ખાતે નવા સ્ટીમ્યુલસને લઈને પ્રગતિ તેમજ ફાઈજર બાદ કોવિડની સારવાર માટે રસીની આશા અને વિવિધ દેશોની સરકારો દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની તૈયારીઓને કારણે વૈશ્વિક બજારો પણ પોઝિટિવ રહ્યા હતા. યુરોપમાં બ્રેક્ઝિટ ડીલની આશા અને કોરોના રસી પહોંચવાની સંભાવનાને કારણે વૈશ્વિક બજારો ૧૦ મહિનાની ટોચે પહોંચ્યા હતા.

બજારમાં કરેક્શનની રાહ જોવાઈ રહી છે ત્યારે અનેક ઈકોનોમિક ઈન્ડિકેટર્સ પોઝિટિવ આવ્યા છે અને આ પોઝિટિવ ન્યૂઝ ફ્લોને કારણે બજાર સતત નવી ટોચ બનાવી રહ્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના જીડીપીના આંકડા, ઓટો વેચાણ, આઈઆઈપીના આંકડા, એફઆઈઆઈની સતત ખરીદી, વૈશ્વિક સ્તરે નબળો ડોલર ઈન્ડેક્સ, વગેરે તમામ પરિબળો ઈક્વિટી માટે સાનુકૂળ જણાઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે વ્યાજના દર પણ નીચા છે દરમિયાન કેન્દ્રીય કેબિનેટે ટેલિકોમ ક્ષેત્રે જેની ખાસ્સા સમયથી રાહ જોવાઈ રહી હતી તે સ્પેક્ટ્રમ ઓક્શનની પણ મંજૂરી આપી દીધી છે. દરમિયાન એસબીઆઈના રિસર્ચ રિપોર્ટમાં પણ દેશનો જીડીપી ગ્રોથ ચાલુ વર્ષે માઈનસ ૭.૪% રહેવાનો અંદાજ દર્શાવાયો છે. અગાઉ તેણે માઈનસ ૧૦.૯%ના ગ્રોથનો અંદાજ આપ્યો હતો.

બજારની ભાવી દિશા….

નિફ્ટી ફ્યુચરમાં સતત આગેકૂચ ચાલુ રહી છે. એફઆઈઆઈની જંગી ખરીદીને પગલે નિફ્ટી ફ્યુચરે એ ૧૩૭૯૯ પોઈન્ટની ઐતિહાસિક ટોચ બનાવી છે. મારા મતે ડોલર ઈન્ડેક્સની આ જંગી લિક્વિડિટી છે કારણ કે રોકાણકારો ડોલર ઈન્ડેક્સમાંથી નાણાં લઈ રહ્યા છે અને ભારત જેવા ઈમર્જિંગ માર્કેટ્સમાં આ નાણાં ઠાલવી રહ્યા છે અને તેનો તગડો ફાયદો મેળવી રહ્યા છે. બજારમાં એફઆઈઆઈની આગેવાનીમાં લિક્વિડિટી રહેશે ત્યાં સુધી બજારમાં આગેકૂચ ચાલુ રહેવાની છે.

ગત સપ્તાહે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને રજૂ થયેલા ફુગાવાના ડેટા તથા યુએસ અને યુરોપ ખાતે નવેસરથી લોકડાઉનના પગલાની પ્રતિક્રિયારૂપે તે શરુઆતમાં નરમ જોવા મળ્યું હતું. જો કે વિદેશી રોકાણકારો તરફથી વિપુલ માત્રામાં ઠલવાતી લિક્વિડીટીને કારણે બજાર ઈન્ટ્રા-ડે કરેક્શન્સ આપી પરત ફરી આવે છે.

ટ્રેડર્સે હાલમાં ખૂબ જ સાવચેત રહેવાની સલાહ છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૫૦૫ પોઈન્ટ ઉપર તેજીનો અંડરટોન મજબૂતાઈથી જળવાઈ રહેશે. દરેક ઉછાળે પોજીશન માં નફો મળતો હોય તો આ સાંતા રેલી દરમિયાન પ્રોફિટ બુક કરવું આદર્શ બની રહેશે. નિફ્ટી ફ્યુચર ૧૩૩૦૩ – ૧૨૨૭૨ પોઈન્ટનો સ્ટોંગ સપોર્ટ ધરાવે છે અને ઉપરમાં ૧૩૮૦૮ થી ૧૪૦૦૪ પોઈન્ટની મહત્વની સપાટી છે.બીજી તરફ બેન્કિંગ ઈન્ડેક્સ હજી તેની ઐતિહાસિક ટોચથી દૂર છે ત્યારે નજીકના દિવસોમાં તે ૩૧૦૦૮ નું લેવલ બતાવે તેવી શક્યતા છે. આ લેવલ ઉપર ૩૧૫૦૦ થી ૩૨૨૦૦ સુધી બેન્ક નિફ્ટી મૂવમેન્ટ નોંધાવી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!!
Next articleવિદેશી સંસ્થાઓની  અપેક્ષિત નફારૂપી વેચવાલીમાં ભારતીય શેરબજાર કડડભૂસ..!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.