Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૧૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૧૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

35
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૧.૨૦૨૪ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૨૮.૭૭ સામે ૭૧૯૯૮.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૪૨૯.૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૫૫.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૨૮.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧૫૦૦.૭૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૦૨૯.૫૦ સામે ૨૧૭૪૩.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૫૬૩.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૪૨.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૫૮૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ચાલી રહેલી બુલ રન પર આજે એકાએક બ્રેક લાગી હતી અને બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૨.૨૩%નો અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૨.૦૧%નો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક મોરચે ઈરાનની પાકિસ્તાનના બલુચિસ્તાન પર એરસ્ટાઈક અને હાઉથીસ ત્રાસવાદીઓ દ્વારા રાતા સમુદ્રમાંથી પસાર થતાં જહાજો થઈ રહેલા હુમલાને પરિણામે સતત વધતા જોખમો તેમજ સ્થાનિક સ્તરે ભારતીય રૂપિયા સામે ડૉલરમાં મજબૂતી તેમજ કોર્પોરેટ પરિણામોમાં પ્રાઈવેટ બેન્કિંગ જાયન્ટ એચડીએફસી બેન્કના અપેક્ષાથી નબળા પરિણામે નકારાત્મક અસરે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર કડાકો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૧૦ અને વધનારની સંખ્યા ૧૩૦૧ રહી હતી, ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેક્નોલોજી ૧.૩૪%, ટીસીએસ ૦.૬૦%, ઈન્ફોસિસ ૦.૫૫%, ટેક મહિન્દ્રા ૦.૫૪% અને નેસલે ઈન્ડિયા ૦.૦૮% વધ્યા હતા, જ્યારે એચડીએફસી બેન્ક ૮.૪૬%, ટાટા સ્ટીલ ૪.૦૮%, કોટક મહિન્દ્રા બેન્ક ૩.૬૬%, એક્સિસ બેન્ક ૩.૧૮% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૮૫% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૬૦ લાખ કરોડ ઘટીને ૩૭૦.૩૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૫ કંપનીઓ વધી, ૨૪ કંપનીઓ ઘટી હતી અને ૧ કંપની સ્થિર રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક મોરચે ચાઈના સતત નવા આર્થિક સંકટમાં ઘેરાઈ રહ્યું હોવા સાથે અમેરિકા – ચાઈનાના વણસતાં સંબંધોએ સ્થિતિ બગડી શકે છે તેમજ સ્થાનિક સ્તરે પણ તેજી વ્યાપક બનતી જોવાઈ રહી છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને હાઉથીસ ત્રાસવાદીઓ દ્વારા થઈ રહેલા હુમલાને પરિણામે રાતા સમુદ્રમાંથી પસાર થતાં જહાજો સામે જોખમો ઊભા થયા છે. કોમર્સ ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર ડિસેમ્બર માસમાં ૩૦ માંથી ૧૩ ક્ષેત્રોમાં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસમાં ઘટાડો થયો છે.

ડિસેમ્બર માસમાં મુખ્ય નિકાસ વસ્તુઓમાં પેટ્રોલિયમ પ્રોડક્ટો ૧૭.૬૧%, તૈયાર વસ્ત્રો ૧૨.૫૬% અને ઓર્ગેનિક અને નોન-ઓર્ગેનિક કેમિકલ ૧૧.૪૩%નો ઘટાડો જોવા મળ્યો છે અને આ જોખમને કારણે ભારતના નિકાસકારોએ ૨૫% જેટલી નિકાસને અટકાવી દેવાની ફરજ પડી છે. નિકાસ ખર્ચમાં થયેલા વધારાને કારણે વર્તમાન નાણાં વર્ષમાં દેશની કુલ નિકાસમાં ૩૦ અબજ ડોલરનો ફટકો પડવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, ઉપરાંત ભારતીય શેરબજારમાં ઘણા શેરો ઓવરબોટ હોવાથી શકય છે કે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પ્રોફિટ બુકિંગ થતું જોવા મળે જેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field