રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૨.૨૦૨૦ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૬૬૬.૪૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૬૭૭૪.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૬૬૨૭.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૪.૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૩.૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬૮૯૦.૩૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૬૯૯.૪૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૭૧૦.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૬૮૬.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૭.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૭૪૯.૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારોમાં સપ્તાહના ચોથા દિવસે સતત ખરીદી ચાલુ રાખીને રોજબરોજ શેરોમાં જંગી ખરીદી કરી સેન્સેક્સ-નિફટીને નવા શિખરે નવી વિક્રમી ઊંચાઈએ લાવી દીધા હતા. આગામી દિવસોમાં આર્થિક રિકવરી વેગ પકડવાની અપેક્ષા અને કોરોનાના સંક્રમણમાં થઈ રહેલા વધારા સામે કોરોના વેક્સિનેશન માટેની થઈ રહેલી તડામાર તૈયારી વચ્ચે ફંડોએ પ્રવર્તમાન વિપરીત આર્થિક વૃદ્ધિના આંકડા છતાં વિક્રમી તેજીને આગળ વધારી હતી.ભારતમાં વધતી જતી બેરોજગારી સાથે વેરા એક્ત્રિકરણમાં પણ ઘટાડો નોંધાતાં અને નિકાસ મોરચે પરિસ્થિતિ કથળી રહી હોઈ એક તરફ આર્થિક ચિંતા અને બીજી તરફ કેન્દ્રિય બજેટ માટેની તૈયારી થવા લાગી હોઈ આ વખતે બજેટમાં મોટી રાહતો સાથે પ્રોત્સાહનોની અપેક્ષા પાછળ પણ ફંડોએ ઐતિહાસિક તેજીને આગળ વધારી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં એનર્જી, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એફએમસીજી, આઈટી, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૧ અને વધનારની સંખ્યા ૧૩૯૦ રહી હતી, ૧૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
રિયલ્ટી સેક્ટર પણ તેજીના રંગે રંગાયો… માર્કેટની વર્તમાન તેજીમાંથી એકપણ સેક્ટર બાકાત નથી ત્યારે માર્કેટમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રના શેર્સ પણ તેજીના રંગે રંગાયા હતા અને તેમણે એક દિવસીય ધોરણે ૧૨% સુધીની તીવ્ર વૃદ્ધિ નોંધાવી પસંદગીના રિયલ્ટી શેર્સે તેમની લાઈફ્ હાઈ સપાટી દર્શાવી હતી. જ્યારે મોટાભાગના શેર્સે તેમની નવ મહિનાની ટોચને સ્પર્શ કર્યો હતો. કોવિડ લોકડાઉન પાછળ રિયલ્ટી ક્ષેત્રના શેર્સમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી અને નિફ્ટી રિયલ્ટી મે માસમાં તેના તળિયા પર પટકાયો હતો. જ્યાંથી બુધવારની ટોચે તે ૮૭%ની વૃદ્ધિ દર્શાવી રહ્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી રિયલ્ટી ક્ષેત્ર સતત અન્ડરપર્ફેર્મર રહ્યું છે. જો અંતિમ ત્રણ વર્ષની વાત કરીએ તો નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ હજુ પણ ૪.૨૨% ડિસ્કાઉન્ટમાં ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે વાર્ષિક ધોરણે તે માત્ર ૫.૦૧%નું રિટર્ન દર્શાવે છે. જોકે અંતિમ એક મહિનામાં તેણે ૨૪.૬૮%નું તીવ્ર રિટર્ન નોંધાવ્યું છે. મારા મતે બજારમાં પુષ્કળ લિક્વિડિટી સાથે તળિયાં પર ચાલી રહેલાં ઈન્ટરેસ્ટ રેટ્સને કારણે આગામી સમયગાળામાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રનો દેખાવ સારો રહેવાની પૂરી શક્યતા છે. ઉપરાંત રીઅલ એસ્ટેટના શેરોના ભાવોમાં અંતિમ છ વર્ષોથી સ્થિરતા જોવા મળી રહી છે અને તેથી વેલ્યૂએશન્સ રોકાણકારો માટે આકર્ષક છે. રેરા જેવા નિયમનો પણ ક્ષેત્ર માટે મોટું પોઝિટિવ પરિબળ છે.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અતિનો અતિરેક ન હોય એમ હવે તેજીનો પણ અતિરેક થઈ રહ્યાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અગાઉ ફેબ્રુઆરી-માર્ચ માસમાં મંદીનો અતિરેક થયા બાદ શેરોના ભાવો જાણે કે શૂન્ય થઈ જશે એવો બિહામણો માહોલ ઊભો કરી દેવાયો હતો એ પ્રકારે હવે તેજીના બજારમાં પણ મનફાવે એ ભાવે શેરો ખરીદવાની હોડ ચાલી નીકળી છે. તેજીનો હવે અતિરેક થઈ રહ્યો છે. કંપનીઓના ફંડામેન્ટલને ધ્યાનમાં લીધા વિના ઈન્વેસ્ટરો તેજીના પ્રવાહમાં તણાવા લાગ્યા છે. મારા મતે વેક્સિનેશનની શરૂઆત સાથે શકય છે કે નેગેટીવ પરિબળોના દોરમાં ભારતીય શેરબજારમાં જોવાઈ રહેલી અવિરત રેકોર્ડ તેજીનો પણ અંત લાવીને ફોરેન ફંડો ભારતીય શેરબજારોમાંથી નફારૂપી વેચવાલી ચાલુ કરી દેશે. મંદીનું – કરેકશનનું ધ્યાન મૂકનારા અને મંદીનો વેપાર કરનારાને જીદની લડાઈમાં તેજી કરીને ટ્રેપમાં લેવાનું ચાલુ છે. તેજીના તોફાન બાદ કડાકાની તીવ્રતા પણ એવી જ હશે જેથી તેજીના વર્તમાન તોફાની દોરમાં આવનારા દિવસોમાં નિશ્ચિત વાવાઝોડાની અગમચેતી જોઈને શેરોમાં નફો બુક કરવો હિતાવહ રહેશે. આ રેકોર્ડ તેજીના બજારમાં ફંડામેન્ટલ વિનાની કંપનીઓના શેરોમાં રોકાણ કરવા લલચાશો નહીં. દરેક ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાવાની શક્યતાઓ આ તબક્કે વધી રહી છે ત્યારે સાવધાનીપૂર્વક પોઝીશન બનાવી ટૂંકાગાળાનો નફો બુક કરી લેવો શાણપણ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.