રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૩૩૨૭.૯૪ સામે ૭૩૩૩૧.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૯૬૦.૨૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૬૭.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૯.૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૧૨૮.૭૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૩૩.૩૦ સામે ૨૨૦૮૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૯૬૪.૬૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૩.૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૦૨૫.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાવચેતીએ થઇ હતી. ચાઈનાની આર્થિક હાલત બાબતે હજુ અનિશ્ચિતતાને લઈ રોકાણકારોના ઘટતાં વિશ્વાસ અને તાઈવાન મામલે રેડ સી – રાતા સમુદ્રમાં જહાજો પરના હુમલાને લઈ અમેરિકા – ઈરાન વચ્ચે વધતાં ટેન્શન અને બીજી તરફ તાઈવાન મામલે ચાઈનાના વલણે જીઓપોલિટીકલ ટેન્શન વધવાના સંકેતે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન તેમજ સ્થાનિક ફંડોની અપેક્ષાથી સારા પરિણામે આઈટી – ટેકનોલોજી શેરોમાં સતત ખરીદી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં કંપનીઓના બિઝનેસ આંકડા સ્થિર વેચાણ વૃદ્વિના રહેતાં પરિણામોના નેગેટીવ સંકેત અને બેંકિંગ ક્ષેત્રે ધિરાણ અને થાપણોમાં સતત વૃદ્વિને લઈ બેંકો પર વ્યાજ માર્જિન દબાણ હેઠળ રહેવાની શકયતાએ આજે ફંડોની દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કોમોડિટીઝ, એફએમસીજી, એનર્જી અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૦૭ અને વધનારની સંખ્યા ૧૩૩૬ રહી હતી, ૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૧.૭૦%, ટાઈટન કંપની ૧.૬૧, મારુતી સુઝુકી ઈન્ડિયા ૧.૧૩%, આઈટીસી ૧.૦૧% અને જેએસડબલ્યૂ સ્ટીલ ૦.૯૨% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેક્નોલોજીસ ૨.૦૫%, વિપ્રો ૧.૯૩% એનટીપીસી ૧.૮૪% રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૪૩% અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૨૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૧૫ લાખ કરોડ વધીને ૩૭૪.૯૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૦ કંપનીઓ વધી અને ૨૦ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ભારતીય ઈક્વિટીઝમાં અંદાજીત ૧૫ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે, જે અમેરિકા બાદ બીજી મોટી રકમ છે. સમાપ્ત થયેલા કેલેન્ડર વર્ષમાં અમેરિકા, ભારત તથા જાપાને સૌથી વધુ વિદેશી ઈન્ફલોઝ જોવા મળ્યો છે, જ્યારે યુરોપના બજારોમાંથી આઉટફલોઝ રહ્યો છે. વિદેશી ફલોઝ મેળવવાની દ્રષ્ટિએ ચીનનો ક્રમો પાંચમો રહ્યો છે. બીજી બાજુ સ્વીડન, તાઈવાન, ઈટાલી, નેધરલેન્ડસ, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ, યુકે તથા જર્મનીમાંથી આઉટફલોઝ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર સુધીમાં કુલ ઈન્ફલોઝમાંથી ૪૦% ફલોઝ મિડ-કેપ ફન્ડોનો રહ્યો હતો. જો કે પાછલા ત્રણ મહિનામાં મોટાભાગનો ફલોઝ લાર્જ-કેપ તરફી રહ્યો છે.
ભારતીય ઈક્વિટીઝમાં સતત વિદેશી ફન્ડોનું આકર્ષણ જળવાઈ રહ્યું છે. ચાઈના સમર્પિત ફન્ડોમાંથી વર્ષ ૨૦૨૩ના પાછલા છ માસમાં જંગી રિડમ્પશન જોવા મળતા મોટાભાગની લિક્વિડિટી ભારત તરફ વળી છે. જે ક્ષેત્રોમાં સૌથી વધુ ફલોઝ જોવા મળ્યો છે તેમાં આઈટી, કન્ઝયૂમર તથા ઈન્ડસ્ટ્રીઅલનો સમાવેશ થાય છે જ્યારે ઊર્જાતથા યુટિલિટીઝમાં આઉટફલોઝ જોવા મળ્યો છે. દેશમાં રીટેલ રોકાણકારોએ પણ મ્યુચ્યુઅલ ફંડો મારફત ઈક્વિટીમાં મોટાપાયે રોકાણ સાથે ખરીદી ચાલુ રાખતાં ભારતીય શેરબજાર સતત નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ફોરેન ફંડોનું ફંડ એલોકેશન – ફાળવણી વિવિધ વૈશ્વિક બજારો માટે કેટલી કરવામાં આવે છે એના અંદાજો પર ભારતીય બજારોમાં તેજીનો ટ્રેન્ડ આગળ વધશે કે કરેકશનનો ટ્રેન્ડ આગળ વધશે એ મહત્વનું રહેશે જેથી દરેક ઉછાળે સાવધાનીપૂર્વક ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક સંભવિત રોકાણ કરવું હિતાવહ રહેશે…!!
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.