રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૦૫૦.૩૮ સામે ૭૨૪૦૬.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૨૧૮.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૭.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૬.૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૪૨૬.૬૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૦૦૫.૦૫ સામે ૨૨૦૬૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૦૩૯.૪૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૦.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૦૮૯.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીએ આજે ફરી બજારને આરંભિક અફડાતફડી બાદ અંતે પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. ફંડોએ પીએસયુ શેરોમાં સતત મોટી તેજી કર્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી કરતા સેન્ટીમેન્ટને ફરી તેજીનું રહ્યું હતું. ફ્રન્ટલાઈન ઓટો શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સાથે લાર્સન લિ., એચડીએફસી બેંકની આગેવાનીએ ફંડોએ મોટી ખરીદી કરતાં અને રિયલ્ટી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કેપિટલ ગુડ્સ સાથે આઈટી શેરો ઈન્ફોસીસ, વિપ્રો સહિતમાં ખરીદીના આકર્ષણે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૧ અને વધનારની સંખ્યા ૨૨૦૧ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં વિપ્રો ૪.૭૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૯૬%, લાર્સન એન્ડ ટુબ્રો ૨.૬૮%, ટાટા મોટર્સ ૨.૦૨% અને મારુતી સુઝુકી ઈન્ડિયા ૧.૯૩% વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૩૬%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૯૦%, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૭૦%, એનટીપીસી ૦.૫૯% અને એક્સિસ બેન્ક ૦.૩૧% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૨૩ લાખ કરોડ વધીને ૩૮૯.૫૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા સંચાલિત અસ્કયામતોનું સ્તર રૂ.૫૦ લાખ કરોડના આંકડાને પાર કરી ગયું હતું, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમાં કોઈ શંકા નથી કે સમય સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ ભારતીય મૂડી બજારમાં સૌથી મહત્વપૂર્ણ સંસ્થાકીય રોકાણકારો તરીકે ઉભરી આવ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સંચાલન હેઠળની મિલકતો છેલ્લા ૧૦ વર્ષમાં ૩૧ માર્ચ, ૨૦૧૪ના રોજ ૮.૨૫ લાખ કરોડ રૂપિયાથી વધીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ રૂ.૫૦.૭૭ લાખ કરોડ થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની કુલ સંખ્યા ૮૮ લાખથી વધીને ૪.૨ કરોડ થઈ છે.હાલમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સંચાલિત અસ્કયામતો કુલ બેંક થાપણોની તુલનામાં ૨૫%ના સ્તરને વટાવી ગઈ છે, જેનો અર્થ છે કે દેશના નાણાકીય ક્ષેત્રમાં તેનું વર્ચસ્વ વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ)ની ભૂમિકા સતત વધી છે અને તેના કારણે રોકાણમાં પરિવર્તન આવ્યું છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડો ઇન ઇન્ડિયા (એમ્ફી)ના તાજેતરના ડેટા અનુસાર જાન્યુઆરી માસમાં પ્રથમ વખત એસઆઈપી થકી રોકાણ રૂ.૧૮,૦૦૦ કરોડને પાર નીકળ્યું છે. આ સમયગાળા દરમિયાન નેટ ૨૮ લાખ નવા એસઆઈપી એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને કુલ આંકડો રેકોર્ડ ૭,૯૧,૭૧,૩૯૪ થયો છે. જો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલી જોવાઈ રહી છે. ત્યારે ઊચા સ્તરેથી અર્થતંત્રમાં પુનરાવર્તક ધીમી ગતિ જેને કારણે આવકમાં સંભવિત ઘટાડો, બેન્કિંગ ક્ષેત્રમાં લિક્વિડિટીની તાણ, લોકસભાની ચૂંટણી પહેલા પ્રોફિટ બુકિંગ તથા ઊંચા મૂલ્યાંકનો જેવી બાબતોના કારણે આગામી સપ્તાહમાં રોકાણ પ્રવાહ જળવાઈ રહે છે કે અટકીને લોકલ ફંડોના પ્રોફિટ બુકિંગે તેજીને બ્રેક લાગે છે એના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.