રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૨.૨૦૨૧ ના રોજ…..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૧૫૪.૧૩ સામે ૫૨૪૦૦.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૮૬૩.૬૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૩.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૧૦૪.૧૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૩૦.૨૫ સામે ૧૫૩૭૩.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૨૪૬.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૩૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં સતત જોવા મળેલી ઐતિહાસિક બાદ આજે જાણે કે તેજીનો વિક્રમી દોર પૂરો થવાની તૈયારી હોય એમ આજે ફંડોએ બે તરફી અફડાતફડી બોલાવી શેરોમાં ઊંચા મથાળે વેચવાલી કરી હતી. ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ સાથે આજે ફરી બીએસઇ સેન્સેક્સે ૫૨,૫૧૬ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫,૪૩૦ પોઈન્ટની ઐતિહાસિક નવી ટોચ બનાવી હતી, પરંતુ ઊચા મથાળેથી તેજી ગુમાવતા સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર નીચા મથાળે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તર પર સાવચેતી સાથે સ્થાનિક સ્તરે એફઆઈઆઈની વેચવાલી શરૂ થઈ જતા સ્થાનિક રોકાણકારોમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.
વૈશ્વિક મોરચે મિડલ ઈસ્ટમાં ઈરાન અન સાઉદી અરેબિયા વચ્ચે ફરી તનાવની સ્થિતિએ ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થતાં બ્રેન્ટ ક્રુડ ૧૩ મહિનાની ઊંચાઈએ પહોંચી જતાં અને સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડિઝલના ભાવોમાં સતત થઈ રહેલા વધારાએ નવા ઊંચા ભાવો આવી રહ્યા હોઈ ફુગાવા માટે આ નેગેટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં બજારના સેન્ટીમેન્ટને વધુ મજબૂતી પૂરી પાડનારા નવા કોઈ પરિબળો – ઈવેન્ટ્સ હાલ તુરત નહીં હોઈ ફંડોએ શેરોમાં ઉછાળે ઓફલોડિંગ ચાલુ કર્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, આઇટી, ઓટો, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૮ અને વધનારની સંખ્યા ૧૩૪૮ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કેન્દ્રિય બજેટ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ યથાવત રાખીને જીડીપી વૃદ્વિનો અંદાજ ૧૦.૫% મૂકીને ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી હતી. અલબત જેમ જેમ તેજી નવા વિક્રમો સર્જતી જાય છે અને શેરોના અસાધારણ ઊંચા ભાવો જોવાતાં જાય છે એમ અત્યારે વેલ્યુએશનમાં બદલાવ લાવીને શેરોમાં આકર્ષણ જાળવી રાખવાની થઈ રહેલા પ્રયાસો આશ્ચર્ય સર્જી રહ્યા છે. કોરોના સંક્રમણમાંથી બહાર આવવાના પ્રયાસોમાં મળી રહેલી સફળતાં સાથે વૈશ્વિક અર્થતંત્રને ફરી પટરી પર લાવવાના વિવિધ દેશોના પ્રયાસો પણ સાર્થક નીવડવા લાગ્યા હોવાના થોડા દિવસો પૂર્વેના અહેવાલ બાદ ફરી કોરોના વાઈરસ નવા સ્વરૂપે વિશ્વમાં ફેલાઈ રહ્યાના આંકડાએ વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે.
કોરોના મહામારીમાં ભારતીય શેરબજારમાં ભારે કડાકા બાદ માત્ર એક વર્ષમાં અભૂતપૂર્વ ઐતિહાસિક તેજી કરીને બજારને વ્યાપક સ્તરે ઊંચાઈએ પહોંચી જતાં મારા મતે દરેક ઉછાળે શેરોમાં નફો બુક કરવો હિતાવહ રહેશે. કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર સાધારણ પરિણામોની નીવડી રહી હોઈ આગામી દિવસોમાં નેસ્લે ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામ ૧૮, ફેબ્રુઆરીના અંબુજા સિમેન્ટના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે હવે અમેરિકાના જાન્યુઆરી મહિના માટેની રીટેલ વેચાણના ૧૭, ફેબ્રુઆરીના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.