રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૦૯૭.૨૮ સામે ૭૨૮૮૬.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૪૮૪.૮૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૧૩.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૩.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૬૪૩.૪૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૬૪.૫૫ સામે ૨૨૧૮૫.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૦૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૪.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૧૨૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સ્મોલ મિડકેપ શેરોમાં તેમજ એસએમઇ શેરોમાં ઉદ્ભવેલી તોફાની તેજીને અંકુશમાં લાવવા માર્કેટ રેગ્યુલેટર સેબી, રિઝર્વ બેંક તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) દ્વારા ભરવામાં આવેલા આકરા પગલા તેમજ આ ક્ષેત્રના શેરોના ભાવમાં મેનીપ્યુલેશન થયાના અહેવાલો પાછળ નિયામકો દ્વારા નવા કડક નિયમો સાથે ડિસ્ક્લોઝર્સ સહિતના અન્ય પગલા ભરવાની ચીમકીની પ્રતિકૂળ અસર તેમજ ફંડોની એનર્જી, ઓટો, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલીએ આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટીસીએસલિ., ઇન્ડસઇન્ડ બેન્ક, ટાઈટન કંપની લિ. શેરોમાં તેજી સામે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ તેમજ એનટીપીસી લિ., એચસીએલ ટેકનોલોજી, લાર્સન લિ., ઇન્ફોસિસ લિ., ટેક મહિન્દ્ર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એશીયન પેઇન્ટિ અને હેવીવેઇટ અલ્ટ્રાટેક સિમેન્ટ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૧% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, સર્વિસીસ, કોમોડિટીઝ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૧૦ અને વધનારની સંખ્યા ૧૮૧૧ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૫૧ લાખ કરોડ ઘટીને ૩૭૮.૫૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતના અર્થતંત્રનો મજબૂત વિકાસ જળવાઈ રહેશે તેવી અપેક્ષા સાથે મૂડી’સ બાદ હવે ફીચ રેટિંગ્સે પણ આગામી નાણાં વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારતના આર્થિક વિકાસ દર અંદાજ વધારી ૭% કર્યો છે જે અગાઉ ૬.૫૦% મુકાયો હતો. આગામી નાણાં વર્ષના જુલાઈથી ડિસેમ્બરના ગાળામાં રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરશે તેવી પણ ધારણાં છે. વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં રિટેલ ફુગાવો તબક્કાવાર ઘટી ૪% પર આવી જવાની આશા છે. આ અગાઉ મૂડી’સે પણ તાજેતરમાં ભારતના જીડીપી અંદાજને ૬.૧૦%થી વધારી ૬.૮૦% કર્યો હતો.
વર્ષ ૨૦૨૩ના અંતિમ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા સારો રહી ૮.૪૦ ટકા રહ્યો હતો, જે દોઢ વર્ષની ઊંચી સપાટીએ હતો. ચીનને બાદ કરતા ઊભરતી બજારો ખાસ કરીને ભારતનું ભાવિ ઉજળુ હોવાનું ફીચ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૮૦% તથા આગામી નાણાં વર્ષમાં ૭% રહેવા અપેક્ષા છે. જો કે વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્સન અને આર્થિક અનિશ્ચિતતા સહિતના પરિબળોની સીધી ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.