રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૮૨૨.૮૩ સામે ૭૨૦૬૧.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૬૪૪.૪૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૦.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૭.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૦૫૦.૩૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૯૧૬.૮૫ સામે ૨૧૯૭૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૮૪૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૧.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૮.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૦૧૫.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આજે સપ્તાહના ચોથા દિવસે પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોની સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી ચાલુ રહેતાં બજારનું સેન્ટીમેન્ટ તેજીનું રહ્યું હતું. ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ એચડીએફસી બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી સાથે ઓઈલ એન્ડ ગેસ શેરો તેમજ યુટિલિટીઝ અને એનર્જી શેરોની અગ્રેસરતામાં પાવર શેરોમાં ખરીદી કર્યા સાથે ઓટો, ટેલિકોમ્યુનિકેશન શેરોમાં આક્રમક તેજી કરી હતી. વિદેશી ફંડો તેમજ રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ભારત તરફ વળતાં તેમજ લોકસભા ચૂંટણી આવી રહી હોવા સાથે ફુગાવાને અંકુશમાં રાખવાના સરકારના મક્કમ નિર્ધાર સાથે જીડીપી વૃદ્વિનો અંદાજ ૭% મૂકવામાં આવતા ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી બાદ તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૪ અને વધનારની સંખ્યા ૨૩૫૪ રહી હતી, ૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૬.૭૧%, એનટીપીસી ૩.૫૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૭૯%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૪૬%, અને એચડીએફસી બેન્ક ૨.૧૫% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૨.૧૧%, આઈટીસી ૧.૮૫%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૫૮%, નેસલે ઈન્ડિયા ૧.૩૨% અને સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૦.૭૯% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૪૫ લાખ કરોડ વધીને ૩૮૭.૩૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૬ કંપનીઓ વધી અને ૧૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ તેની ૨૦૨૪ની પ્રથમ બેઠકમાં પોલિસી રેપો રેટ અને તેના વલણ બંનેને યથાવત રાખ્યા હતા. તેમણે પોલિસી રેપો રેટને ૬.૫%ના સ્તરે રહેવાની મંજૂરી આપી છે. મોનેટરી પોલિસી કમિટી કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાના દરને ૪%ના વૈધાનિક ફરજિયાત લક્ષ્યની નજીક ટકાઉ રાખવાનો ઇરાદો ધરાવે છે. આ દર લાંબા સમયથી નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. મોનેટરી પોલિસી કમિટીનો અંદાજ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં હેડલાઇન ફુગાવો સરેરાશ ૫.૪% રહેશે. જો કે, તે એવો પણ અંદાજ લગાવે છે કે આ દર ૨૦૨૪-૨૫માં ઘટશે અને તે સરેરાશ ૪.૫% હોઈ શકે છે જે લક્ષ્યની નજીક હશે. આ અંદાજ બે વાતોથી ખતરો હોઈ શકે છે. પ્રથમ ખોરાકના ભાવ છે. રવિ સિઝનની વાવણીમાં સુધારો થયો હોવા છતાં, પ્રતિકૂળ હવામાન અને જળાશયોમાં પાણીનું નીચું સ્તર નજીકના ભવિષ્યમાં ઉત્પાદનને અસર કરી શકે છે.
બીજું, હાલમાં લાલ સમુદ્રના ક્ષેત્રમાં અશાંતિ અને પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવની સ્થિતિ છે. તેનાથી સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે અને કિંમતો પર દબાણ આવી શકે છે. આ જોખમો સિવાય, મધ્યસ્થ બેંક એકદમ આરામદાયક સ્થિતિમાં હોય તેવું લાગે છે. જેમ કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૭.૩%ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે અને મોનેટરી પોલિસી કમિટીનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર ૨૦૨૪-૨૫માં ૭%ના દરે વૃદ્ધિ પામશે. હાલમાં, બાહ્ય ખાતા પર પણ કોઈ જોખમ દેખાતું નથી. વિકસિત અર્થતંત્ર ધરાવતા દેશોમાં ફુગાવો નોંધપાત્ર રીતે ઘટયો છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ક્યારે ઘટાડો કરશે તેની અટકળોમાં નાણાકીય બજારો વ્યસ્ત છે. હાલમાં દરોમાં વધારો થવાની કોઈ શક્યતા જણાતી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.