રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૨.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૫૪૪.૩૦ સામે ૫૧૯૦૭.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૮૮૬.૪૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૯.૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૯.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૧૫૪.૧૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૬૧.૪૫ સામે ૧૫૨૪૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૨૪૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૦.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૪.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૪૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઇ સાથે ખૂલ્યું હતું. બજાર ખુલતાંની સાથે જ બીએસઇ સેન્સેક્સે પ્રથમ વખત ૫૨,૦૦૦ પોઈન્ટની સપાટી કુદવી હતી, જ્યારે નિફ્ટી ફ્યુચર પણ રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ હતી. વૈશ્વિક બજારોના મજબૂત સંકેતો સાથે સ્થાનિક શેરબજારમાં તેજી આગળ વધી હતી. કેન્દ્રિય બજેટ બાદ ભારતીય શેરબજારમાં જબરદસ્ત રિકવરી આવી છે અને સાપ્તાહિક સ્તરે સતત બે સપ્તાહ જોરદાર ઉછાળો નોંધાયો છે. કેન્દ્રિય બજેટમાં સરકાર દ્વારા બેંકિંગ ક્ષેત્રના સુધારાની જાહેરાત કરવામાં આવી હતી જે ગત સપ્તાહના અંતે સંસદમાં બજેટ ચર્ચા પૂર્ણ થઇ અને સરકારે આ સુધારાઓને આગળ વધારવાની ઇચ્છા સ્પષ્ટ કરતાં આજે ભારતીય શેરબજાર ઐતિહાસિક સ્તરે બંધ રહ્યું હતું.
કેન્દ્રિય બજેટ દેશના અર્થતંત્રને ફરી આત્મનિર્ભરતા સાથે ઝડપી વિકાસના પંથે લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને કરેલા પ્રયાસો અને એની દૂરંદેશીએ અને ફોરેન ફંડો દ્વારા આક્રમક ખરીદીએ ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ સાથે આજે ફરી બીએસઇ સેન્સેક્સ ૫૨,૦૦૦ પોઈન્ટની સપાટી કૂદાવીને ૫૨,૨૩૫ પોઈન્ટની નવી ટોચ બનાવી હતી, એ જ રીતે નિફ્ટી ફ્યુચરે ૧૫,૩૫૦ પોઈન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, એફએમસીજી, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૭૪ અને વધનારની સંખ્યા ૧૩૬૫ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, કોરોનાના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં તેજીમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં વિક્રમી તેજીના ફૂંફાળા શાંત થતાં જોવાઈ રહ્યા છે, પરંતુ હજુ ફંડો-દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.
છેલ્લા કેટલાક દિવસોથી ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારા બાદ સપ્તાહના અંતે આવેલા કરેકશન અને પેટ્રોલ, ડિઝલના સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચેલા ભાવોને લઈ પરિસ્થિતિ પર ભારતીય શેરબજારની નજર રહેશે. આ સાથે જાન્યુઆરી માસ માટેના રીટેલ ફુગાવાના આંક ઘટીને આવ્યાના પોઝિટીવ પરિબળ બાદ હવે આગામી દિવસોમાં જાન્યુઆરી માસ માટેના હોલસેલ ફુગાવાના – ડબલ્યુપીઆઈના જાહેર થનાર આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.