રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૪.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૫૪૪.૦૬ સામે ૪૮૫૧૨.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૦૧૦.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૭૭.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૯.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૮૦૩.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૪૧.૧૫ સામે ૧૪૫૭૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૩૭૪.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૧.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૮.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૦૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી આગામી દિવસોમાં ફરી મોટાપાયે લોકાડાઉનની પરિસ્થિતિ સર્જાવાના ભય અને આ સાથે અગામી દિવસોમાં અર્થતંત્ર વધુ ડામાડોળ થવાના સંકેતે વચ્ચે આજે માર્ચ માસ માટેના હોલસેલ ફુગાવાના – ડબલ્યુપીઆઈ આંક ગયા વર્ષના સમાનગાળાની તુલનામાં માર્ચ ૨૦૨૧માં આઠ વર્ષના ઉચ્ચતમ સ્તરે ૭.૩૯% પર આવતા આજે ભારતીય શેરબજાર ભારે અફડાતફડી જોવા મળી હતી.
કોરોના સંક્રમણ દેશભરમાં ફરી વાયુ વેગે ફેલાઈ રહ્યું હોઈ પરિસ્થિતિ કટોકટી જેવી સર્જાઈ ગયા સાથે દેશના ઘણાં રાજયોમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખૂટવા લાગતાં અને આ વખતની બીજી લહેરમાં કોરોના લક્ષણો બદલાયા છતાં નવા નવા સ્ટ્રેઈનને લઈને પોઝિટીવ કેસોનો વિસ્ફોટ થવા લાગતાં ચિંતિત સરકારો લોકડાઉન સહિતના આકરાં અંકુશના પગલાં લેવાની ફરજ પડી રહી હોઈ આર્થિક મોરચે પીછેહઠના અંદાજો સામે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વધુ એક આર્થિક સ્ટીમ્યુલ્સ પેકેજ આપવાની જાહેરાત કરતાં અફડાતફડીને અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, એફએમસીજી, ઓટો અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૯ અને વધનારની સંખ્યા ૧૨૪૭ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર વધુ ખતરનાક નીવડી દેશભરમાં આ મહામારીએ આતંક મચાવ્યો હોઈ આર્થિક મોરચે આગામી દિવસોમાં ફરી માઠાં પરિણામોની શકયતા વચ્ચે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં સાવચેતી બની રહેવાની શકયતા છે. હાલ તુરંત હવે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ચોથા ત્રિમાસિક અને પૂર્ણ નાણાકીય વર્ષના પરિણામોની સીઝન શરૂ થઈ ગઈ હોઈ અને પાછલા મહિનાઓમાં અનેક કંપનીઓની કામગીરીમાં જોવાયેલા સુધારાના પરિણામે ફંડોએ આ પરિણામોની અપેક્ષાએ શેરોમાં આક્રમક તેજી કરી છે. આ સાથે રાજયોની યોજાઈ રહેલી ચૂંટણીઓને લઈ બજારની મજબૂતી ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોએ હાલ તુરંત જળવાઈ રહેલી તેજીમાં ઉછાળે નફો બુક કરવો હિતાવહ રહેશે.
આ સાથે કોરોનાના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.