રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૭.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૬૯.૭૩ સામે ૫૨૮૦૧.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૧૧.૯૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૬.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૪.૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૯૦૪.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૩૩.૮૦ સામે ૧૫૮૦૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૭૭.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૬.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૫૮.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારા સાથે અમેરિકી શેરબજારમાં ગઈકાલે ઘટાડા પાછળ આજે એશીયાના બજારોમાં સાવચેતીમાં નરમાઈએ ભારતીય શેરબજારમાં પણ આરંભમાં નરમાઈ જોવાયા બાદ સ્થાનિકમાં કોરોના સંક્રમણ અંકુશમાં આવતાં ભારતમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વેગ પકડાતાં ફંડો, મહારથીઓએ ફરી ઓલ રાઉન્ડ તેજી કરીને ભારતીય શેરબજારને વિક્રમી ઊંચાઈ તરફ કૂચ કરાવી હતી.
ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણ અત્યંત ઘટી આવતાં દેશની આર્થિક ગતિવિધિને મળી રહેલા વેગ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે પણ પ્રવૃતિ વધી રહી હોઈ ફંડોએ આજે શેરોમાં ફરી તેજી કરી હતી. સંસદના ચોમાસુ સત્રમાં ૨૩ ખરડા રજૂ થવાના હોઈ એમાં વિવિધ સુધારાનો સમાવેશ હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષાએ ફંડોની આજે શેરોમાં લેવાલીએ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ સામાન્ય વધઘટ સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૪ અને વધનારની સંખ્યા ૧૭૯૭ રહી હતી, ૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, નાણાં વર્ષ ૨૦૨૧માં જોરદાર ઘટયા બાદ ભારતનું અર્થતંત્ર તબક્કાવાર સુધરી રહ્યું છે. દેશના અર્થતંત્રમાં તબક્કાવાર રિકવરીને પગલે વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારતના સોવેરિન રેટિંગને બીબીબી- જાહેર કરીને સ્ટેબલ આઉટલુક જાળવી રાખ્યું છે અને દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ સામાન્ય બની રહી હોવાનું તથા વેક્સિનેશનમાં પ્રગતિને ધ્યાનમાં રાખતા નાણાં વર્ષ ૨૦૨૨માં ભારતનો આર્થિક વિકાસ દર ૯.૫૦% રહેવાની ધારણાં વ્યક્ત કરી છે. નાણાં વર્ષ ૨૦૨૨ના પાછલા ૬ મહિનાથી તથા તે પછીના વર્ષમાં ભારતની રિકવરી ગતિ પકડશે જે તેની એકંદર ક્રેડિટ પ્રોફાઈલને સ્થિર કરવામાં મદદ કરશે.
સરકારે કેટલાક મજબૂતીકરણના પગલાં લીધા હોવા છતાં તેની રાજકોષિય ખાધ ઊંચી જળવાઈ રહેશે. જો કે ભારતની મજબૂત વિદેશ સ્થિતિ ઊંચી ખાધ અને દેવાના પ્રમાણ સાથે જોડાયેલા જોખમોને હળવા કરવામાં મદદ કરશે. ભારતને અપાયેલા સોવેરિન ક્રેડિટ રેટિંગ્સ, ભારતનો આર્થિક વિકાસ દર લાંબા ગાળાની સરેરાશ કરતા ઊંચો હોવાનું સૂચવે છે. એટલું જ નહીં તેની વિદેશની સ્થિતિ પણ મજબૂત હોવાના સંકેત આપે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.