રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૭.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૭૨.૬૯ સામે ૫૨૬૯૪.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૫૪૫.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૬.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૭.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૭૬૯.૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૧૧.૯૫ સામે ૧૫૭૯૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૫૮.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૩૩.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના મહામારી સામે એક તરફ વેક્સિનેશન પ્રોગ્રામને વેગ આપવા થઈ રહેલા પ્રયાસો સામે કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના કારણે હવે ત્રીજી લહેરની ચિંતા અને આર્થિક મોરચે ભારતે આગામી દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવો પડે એવી શકયતા છતાં વેક્સિનેશન મુદ્દે સરકાર દ્વારા વર્ષાન્ત સુધીમાં તમામને રસીના આશાવાદ અને દેશમાં ચોમાસાની સારી પ્રગતિ થઈ રહી હોવા સાથે કોરોના સંક્રમણની બીજી લહેર બાદ દેશમાં આર્થિક, ઔદ્યોગિક પ્રવૃતિ વધવા લગતા આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.
સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં જતાં ભાવની નેગેટીવ અસર આગામી દિવસોમાં પડવાની ધારણા છતાં કોરોના મહામારીનું સંક્રમણ મંદ પડતાં અને બીજી તરફ અનલોક સાથે દેશમાં ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિ ધમધમવા લાગતાં આગામી દિવસોમાં આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષા સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૧ અને વધનારની સંખ્યા ૧૮૫૩ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરના ફેલાવાને અટકાવવા દેશના વિવિધ રાજ્યો દ્વારા નિયમનકારી પગલાં હાથ ધરાતા વેપાર કામકાજ પર તેની અસર પડી હતી, જેમાં સેવા ક્ષેત્ર પણ બાકાત રહી શકયું નહોતું. જુલાઈ ૨૦૨૦ બાદ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મોટો ઘટાડો જોવાયો હતો. નવા વેપાર તથા રોજગારમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)માં સેવા ક્ષેત્રનું યોગદાન ૬૦%થી પણ વધુ રહે છે, ત્યારે સેવા ક્ષેત્રમાં કોઈપણ પ્રતિકૂળ અસર દેશ સામે આર્થિક જોખમ ગણી શકાય છે. સપ્ટેમ્બર – ઓકટોબર માસમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં રોજગારની સ્થિતિમાં ખાસ સુધાર જોવા મળવાની શકયતા જોવાતી નથી.
કોરોનાના કાળમાં માત્ર ભારત જ નહીં પણ અન્ય દેશોને પણ વેપારમાં ફટકો પડયો છે. જો કે અમેરિકા, યુકે, યુરોપ, જાપાન તથા ચીન જેવા દેશો કોરોનાને પાછળ મૂકી ફરી આર્થિક પ્રગતિ તરફ વળી ગયા છે. કોરોનાને કારણે પડેલી એકંદર આર્થિક અસરને જોતા દેશનો આર્થિક વિકાસ દર નજીકના ભવિષ્યમાં ઊંચા દ્વીઅંકમાં જોવા મળવા સામે શંકા છે. જીડીપીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો ઊંચો હોવાથી આર્થિક વિકાસ દર વધવા માટે હજુ સમય લાગી જશે એવો મત પ્રવર્તી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.