રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૭૨૧.૧૮ સામે ૭૨૧૪૮.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૯૮૨.૨૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૩૮.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૭.૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૫૬૮.૪૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૬૭૮.૪૫ સામે ૨૧૭૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૭૩૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૦.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૯૬૮.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત્ છે. વૈશ્વિક બજારોની સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની વેચવાલી સામે લોકલ ફંડોનું ખરીદીનું આકર્ષણ યથાવત રહ્યું હતું. ભારતીય શેરબજારમાં વન-વે વિક્રમી તેજીમાં આજે ફંડો, મહારથીઓએ ટીસીએસ અને ઇન્ફોસિસના પરિણામો બાદ આઈટી, ટેક, રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી શેરોની આગેવાનીએ બીએસઈ સેન્સેક્સે ૭૨૭૨૦.૯૬ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી જયારે નિફ્ટી ફ્યુચર ૨૨૦૦૦ પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
ઈરાન-અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટમાં વધતાં તણાવ વચ્ચે અમેરિકાની આતંકીઓને રાતા સમુદ્રમાં હુમલા સામે ચેતવણી અપાતાં અને ખાસ વૈશ્વિક અર્થતંત્ર માટે અમેરિકાના વ્યાજ દરમાં સંકેતની પોઝિટીવ અસર તેમજ સ્થાનિક સ્તરે કેન્દ્રિય બજેટમાં આ વખતે સંખ્યાબંધ પોઝિટીવ પ્રોત્સાહનોની અપેક્ષાએ સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સાથે સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં વર્ષ ૨૦૨૪માં આઈટી, બેંકિંગ શેરો બજારના તેજીના ચાલકબળ રહેવાની અપેક્ષાના અહેવાલની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, યુટિલિટીઝ, ઓટો અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૬ અને વધનારની સંખ્યા ૨૧૦૬ રહી હતી, ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઈન્ફોસિસ ૭.૮૪%, ટેક મહિન્દ્રા ૪.૭૩%, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ૩.૮૯%, વિપ્રો ૩.૮૮% અને એચસીએલ ટેક ૩.૮૫% વધ્યા હતા, જ્યારે બજાજ ફિનસર્વ ૧.૦૫%, પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૦.૯૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૧%, એચડીએફસી બેન્ક ૦.૫૭% અને મારુતી ૦.૪૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૮૩ લાખ કરોડ વધીને ૩૭૩.૩૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વર્ષ ૨૦૨૩માં ભારતીય ઈક્વિટીઝમાં ઠલવાયેલા રૂ.૧.૭૦ ટ્રિલિયનમાંથી ૨૫% જેટલી રકમ પ્રાઈમરી માર્કેટમાં આવી હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. ગયા વર્ષે એફપીઆઈના કુલ ઈન્ફલોઝમાંથી રૂ.૪૪૯૫૦ કરોડ ઈક્વિટીઝના જાહેર ભરણાંમાં રોકવામાં આવ્યા હોવાનું ડિપોઝિટરીના આંકડા જણાવે છે. ગયા વર્ષે એફપીઆઈસ દ્વારા બ્લોક ડીલ મારફત પણ જંગી માત્રામાં સ્ટોકસ ખરીદ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે અંદાજે રૂપિયા બે ટ્રિલિયન ડોલરના બ્લોક ડીલ થયા હતા. જાહેર ભરણાંમાં આઈપીઓ, કવાલિફાઈડ ઈન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટસ તથા રાઈટસ ઈશ્યુનો સમાવેશ થાય છે.
છેલ્લા બે વર્ષથી પ્રાઈમરી માર્કેટસમાં એફપીઆઈસનો ફલોઝ ઊંચો જોવા મળી રહ્યો છે એમ પણ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે. વર્ષ ૨૦૨૨માં સેકન્ડરી બજારમાં વિદેશી રોકાણકારો નેટ વેચવાલ રહ્યા હતા પરંતુ પ્રાઈમરી માર્કેટસ મારફત તેમનો ઈન્ફલોઝ પોઝિટિવ રહ્યો હતો. ઘરેલું બજારમાં સુધારા તરફી ચાલ તથા અમેરિકામાં બોન્ડ યીલ્ડ નબળી પડતા વર્તમાન વર્ષમાં એફપીઆઈસના રોકાણ માટે સ્થિતિ સાનુકૂળ માનવામાં આવે છે. આ ઉપરાંત ભરણાં બાદ ઊંચા લિસ્ટિંગને કારણે પણ વિદેશી રોકાણકારોનું માનસ પ્રોત્સાહક જણાય રહ્યું છે. પડકારરૂપ વૈશ્વિક વાતાવરણ વચ્ચે ભારત મજબૂત રીતે ટકી રહ્યું છે. ભારતના અર્થતંત્રની મજબૂતાઈને જોતા વર્તમાન વર્ષમાં અસંખ્ય આઈપીઓ, બ્લોક ડીલ્સ, ક્યુઆઈપીસ જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.