રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૬૫૭.૭૧ સામે ૭૧૯૦૭.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૫૪૩.૧૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૬.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩.૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૭૨૧.૧૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૭૦૯.૧૦ સામે ૨૧૭૫૮.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૬૨૭.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૬.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૬૮૯.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટમાં કોર્પોરેટ ઈન્ડિયાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ અદાણી ગ્રુપ સહિતની દેશ-વિદેશની કંપનીઓ દ્વારા મેગા ઈન્વેસ્ટમેન્ટ, પ્રોજેક્ટોની જાહેરાતની સાથે સાથે ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને વિશ્વના ટોચના ત્રણ દેશોમાં ભારતને સામેલ કરી શકવાના દ્રઢ નિર્ધાર સાથે વૈશ્વિક સાહસિકોએ ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરવાના કરેલા કરારોને લઈ આજે ભારતીય શેરબજારમાં ઘટાડે સ્ટોક સ્પેસીફીક લેવાલી જોવા મળી હતી, જો કે વૈશ્વિક મોરચે રાતા સમુદ્રમાં જહાજો પર હુમલાએ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતાં અને ચાઈનાની આર્થિક અનિશ્ચિતતા અને ફુગાવાના આંકડા જાહેર થતાં પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
આઈટી – સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ટીસીએસ અને ઈન્ફોસીસના રિઝલ્ટ પૂર્વે આજે પસંદગીની ખરીદી સાથે કેટલાક શેરોમાં વેચવાલી રહી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેક, આઈટી, એફએમસીજી, સર્વિસીસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૫૮%, એક્સિસ બેન્ક ૧.૩૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૨૯%, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૭% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૦૯% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ ૧.૬૨%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૫૬%, વિપ્રો ૧.૨૮%, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૧૮% અને જેએસડબલ્યૂ સ્ટીલ ૦.૮૫% ઘટ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૫ અને વધનારની સંખ્યા ૨૩૫૫ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૭ લાખ કરોડ વધીને ૩૭૦.૪૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૭.૭%ની મજબૂત વાસ્તવિક વૃદ્ધિ હાંસલ કરી છે અને આરબીઆઈના એક અંદાજ મુજબ સમગ્ર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર ૭%ના દરે વૃદ્ધિ પામી શકે છે. મજબૂત આર્થિક વૃદ્ધિએ ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. જો કે, વર્ષ ૨૦૨૪માં આ ગતિ જાળવી રાખવી એ એક પડકારરૂપ હોઈ શકે છે. સ્થાનિકમાં ફુગાવાના દરમાં વધુ સાધારણ થવાની ધારણા છે, પરંતુ ઓછામાં ઓછા ત્રણ વર્ષથી ફુગાવાનો દર ઊંચો રહ્યો છે અને બીજું પાસું એ છે કે ભારતે આગળ જતાં સુસ્ત વૈશ્વિક અર્થતંત્રનો પણ સામનો કરવો પડશે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અનુમાન મુજબ, વર્ષ ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા ૨.૯%ના દરે વૃદ્ધિ પામશે, જ્યારે વર્ષ ૨૦૨૩માં ૩%ની વૃદ્ધિ જોવા મળી હતી. જો કે, વિશ્વ વેપારમાં સુધારો થવાની અપેક્ષા છે અને આનાથી થોડી મદદ મળવી જોઈએ. વૈશ્વિક સ્તરે વિશ્વના વિવિધ ભાગોમાં યુદ્ધો આગળ જતા નોંધપાત્ર જોખમો ઉભા કરી શકે છે તેમજ સ્થાનિક રીતે આ લોકસભા ચૂંટણીનું વર્ષ છે. ચૂંટણી પછી નીતિગત વલણમાં મોટો ફેરફાર આર્થિક પરિણામોને અસર કરી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.