રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૭૮૨.૫૧ સામે ૪૯૨૫૨.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૯૫૬.૩૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૭.૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૬.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૨૬૯.૩૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૭૦.૯૦ સામે ૧૪૪૫૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૦૦.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૪૯૩.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય શેરબજારનો બીએસઇ સેન્સેક્સ આજે ફરી ૪૯૩૦૩ પોઈન્ટની નવી રેકોર્ડ સ્તરની ઊંચાઈ પર બંધ રહ્યો હતો. ગત સપ્તાહના અંતે TCSના આવેલા ત્રિમાસિક પરિણામો અપેક્ષા અનુસાર રહેતા અને આગામી આઈટી કંપનીઓના રિઝલ્ટ સારા જાહેર થવાની અપેક્ષાએ આજે પણ આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં સતત લેવાલી રહેતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વિદેશી રોકાણકારો દ્વારા ગત કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં સતત ખરીદી બાદ કોરોના વેક્સીનના પોઝિટિવ અહેવાલથી ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીની આશા સાથે કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં પણ ખરીદી ચાલુ રાખતા જાન્યુઆરી માસમાં ગત સપ્તાહે વિદેશી રોકાણકારોએ અંદાજીત રૂ.૯૨૬૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
અમેરિકામાં જો બિડેન પ્રમુખપદે સત્તાવાર રીતે જાહેર થઈ જતા હવે વધુ મોટા સ્ટીમ્યુલસ પેકેજની આશાએ અમેરિકા સહિતના વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં આજે HCL ટેકનોલોજીમાં ૬.૦૮%, ઈન્ફોસિસમાં ૪.૫૫%, વિપ્રો લિ.માં ૩.૬૮% ટેક મહિન્દ્રામાં ૨.૪૧% અને TCS લિ. ઉપરાંત આઇટી શેરમાં તેજીને પગલે તેજી જોવા મળી હતી. ગત સપ્તાહે પણ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧.૫%નો ઉછળો જોવા મળ્યો હતો. ઉપરાંત આગામી દિવસોમાં રોકાણકારોની બજેટ પર પણ નજર રહેશે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૭૭ અને વધનારની સંખ્યા ૧૪૭૮ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે જેને કારણે બજારમાં તેજી જળવાઈ રહી છે. બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. એફઆઈઆઈની સતત ખરીદી જાન્યુઆરી માસમાં પણ આગળ વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેમની ખરીદી ચાલુ રહે છે કે કેન્દ્રિય બજેટ પૂર્વે વિદેશી સંસ્થાઓ નફો બુક કરશે કે ખરીદી નો માહોલ યથાવત રાખશે તેનાં ઉપર ભારતીય શેરબજારનો આધાર રહેશે.
કોરોના સંક્રમણના નવા દોરમાં યુ.કે. સહિત યુરોપના દેશોમાં સંકટ વધી રહ્યું હોઈ એક તરફ વૈશ્વિક આર્થિક સંકટ ઘેરાવાની ચિંતા છે, તો બીજી તરફ ફોરેન ફંડોની ભારતીય બજારોમાં અવિરત ખરીદી કરી રહી છે. કોરોના મહામારી કારણે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આગામી રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં વધુ પ્રોત્સાહનો જાહેર થવાના અહેવાલે ફંડોએ શેરોમાં અવિરત ખરીદી વધારી છે. જેથી હવે બજેટની તૈયારી વચ્ચે શેરોમાં થઈ રહેલા તેજીના આ અતિરેકમાં સાવચેતી જરૂરી બની રહેશે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે આગામી દિવસોમાં ૧૩,જાન્યુઆરીના રોજ ઈન્ફોસીસ અને વિપ્રોના જાહેર થનારા પરિણામ અને ૧૫,જાન્યુઆરીના એચસીએલ ટેકનોલોજીસના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.