રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૩.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૦૨૫.૪૮ સામે ૫૧૪૦૪.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૦૪૮.૯૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૧.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૪.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૨૭૯.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૩૪.૭૫ સામે ૧૫૨૫૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૧૩૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૧.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૨૦૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
માર્ચ માસના પ્રારંભથી જ ભારતીય શેરબજારમાં બેતરફી અફડા તફડી જોવાઈ રહી છે. આજે સપ્તાહના ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો, પરંતુ દરેક ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા તેજી મર્યાદીત રહી હતી. વૈશ્વિક શેરબજારમાં સુધારો, ક્રૂડ ઓઇલના ભાવ બે વર્ષની ઊંચી સપાટીએથી ઘટતાં અને ક્રિસિલ દ્વારા જીડીપીના અંદાજમાં સુધારા સાથે આઇટી અને ટેક શેરોની આગેવાની આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ આગળ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી વૈશ્વિક સ્તરે હેજ ફંડો દ્વારા મોટા પાયે રિશફલિંગ સાથે બુલિયન, ક્રૂડ, શેરબજાર, બોન્ડ માર્કેટમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે.
એક તરફ આર્થિક ગ્રોથ સુધરવાની આશા છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. ભારતીય અર્થતંત્ર કોરોનાના મહામારીના કપરા કાળમાંથી બહાર આવવાના પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સતત બીજા વર્ષે પણ દહેશત ઊભી થઈ છે. આગામી દિવસોમાં ઓધૌગિક રાજ્યમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ નિર્માણ થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે. એક તરફ કોરોનાની અનિશ્ચિતતા છવાયેલી છે તો બીજી તરફ ક્રૂડને કારણે પણ બજારમાં ઊચાટ રહ્યો છે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, યુટિલિટીઝ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૦ અને વધનારની સંખ્યા ૧૬૨૯ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના વાઈરસ સંક્રમણમાં ફરી દેશના વિવિધ રાજયો મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતમાં ચિંતાજનક વધારાના પરિણામે દેશના આર્થિક વિકાસને ફટકો પડવાના અને વૈશ્વિક મોરચે બોન્ડ માર્કેટમાં અમેરિકા પાછળ થવા લાગેલી અફડાતફડીને પગલે વૈશ્વિક શેરબજારોમાં જોવાઈ રહેલી સાવચેતીને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બે-તરફી વધઘટની ચાલ વચ્ચે તકેદારી રાખવી જરૂરી બની રહેશે. ૧૨,માર્ચ ૨૦૨૧ના રોજ ભારતના જાન્યુઆરી મહિના માટેના આઇઆઇપી, ફુગાવા અને નિકાસના જાહેર થનારા આંકડા, રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ, ક્રુડ ઓઈલના વધતાં ભાવ, ચાઈના અને અમેરિકાના ફુગાવાના આંકડા અને યુરોપમાં યુરોપીય સેન્ટ્રલ બેન્ક આવતી કાલે ૧૧,માર્ચ ૨૦૨૧ના મળનારી મીટિંગ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.