Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

25
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૪.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૬૮૩.૭૦ સામે ૭૪૯૫૩.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૮૦૭.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૭.૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૦૩૮.૧૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૭૩૫.૩૫ સામે ૨૨૭૮૫.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૭૫૩.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૮૦૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં અવિરત ખરીદી અને વૈશ્વિક મોરચે ઈઝારાયેલ દ્વારા ગાઝામાં યુદ્વ વિરામના પોઝિટીવ પરિબળોએ આજે અમેરિકન શેરબજારોમાં તેજી સાથે આજે એશિયાઈ બજારો અને યુરોપિયન બજારોમાં પણ તેજી તરફી વલણ સાથે ભારતીય અર્થતંત્ર પોઝીટીવ અહેવાલોના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ આગળ વધી હતી. ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ અને કોમોડિટીઝ ફ્રન્ટલાઈન શેરોમાં આજે ફંડોની ખરીદીના આકર્ષણે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર આરંભિક બે તરફી અફડાતફડી બાદ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ એફએમસીજી, સર્વિસીસ, ટેક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૯% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૯ અને વધનારની સંખ્યા ૧૯૬૧ રહી હતી, ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી ૨.૪૯%, કોટક મહિન્દ્રા બેન્ક ૨.૪૦%, ભારતી એરટેલ ૨.૧૧%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૯૪% અને એશિયન પેઈન્ટ્સ ૧.૩૬% વધ્યા હતા, જ્યારે મારુતી સુઝુકી ઈન્ડિયા ૧.૬૦%, એચડીએફસી બેન્ક ૦.૮૩%, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૭૮%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૨% અને ટાટા સ્ટીલ ૦.૪૮% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૨૪ લાખ કરોડ વધીને ૪૦૨.૧૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ૧૧, એપ્રિલ ૨૦૨૪ ગુરુવારના રોજ રમઝાન ઈદ નિમિતે ભારતીય શેરબજારો બંધ રહેનાર હોઈ અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ચૂંટણી પૂર્વે કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૪ના અંતની સીઝન શરૂ થનાર છે. જેમાં આગામી દિવસોમાં ૧૨, એપ્રિલ ૨૦૨૪ના ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ-ટીસીએસના રિઝલ્ટ જાહેર થનાર હોય એના પર બજારની નજર રહેશે.

આ સાથે વૈશ્વિક મોરચે અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિ સાથે બેરોજગારીમાં ઘટાડાને લઈ ફરી અમેરિકી શેરબજારમાં તેજી આવી છે, પરંતુ ફુગાવાનું જોખમ અને વ્યાજ દરમાં ઘટાડો વિલંબમાં પડવાની શકયતા અને જીઓપોલિટીકલ ટેન્શનમાં યુક્રેન નાટોમાં જોડાવાની હલચલ અને રશીયા-યુક્રેન યુદ્વ વકરવાના અને ઈઝરાયેલ-હમાસ યુદ્વને લઈ હવે સીરિયામાં ઈરાનના દુતાવાસ પર ઈઝરાયેલના કહેવાતા હુમલાથી ઈરાન દ્વારા ગમે તે ઘડીએ ઈઝરાયેલને ટાર્ગેટ કરવાના જોખમ સહિતના વૈશ્વિક પરિબળો પર નજર રહેશે.

આ પરિબળો વચ્ચે પાછલા બે મહિના ફેબ્રુઆરી અને માર્ચના પ્રથમ પખવાડિયામાં બજારની ઓવરબોટ પોઝિશન, ઓવરહીટ સ્મોલ, મિડ કેપ શેરોમાં કરેકશન બાદ હવે ફરી તેજીનો નવો વિક્રમી દોર શરૂ થયો છે ત્યારે ભારતીય બજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં નેટ ખરીદદાર બન્યા હોઈ ખરીદી વધવાના સંજોગોમાં તેજી તરફી માહોલ યથાવત જોવા મળી શકે છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

email :- hellonikhilbhatt@gmail.com

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખાણ મંત્રાલયે ખાણકામ અને ખનીજ પ્રસંસ્કરણમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે માઇનિંગ સ્ટાર્ટ-અપ વેબિનારનું આયોજન કર્યું
Next articleલોકસભા ચૂંટણી- 2024 અંતર્ગત 7- અમદાવાદ પૂર્વ લોકસભામાં 35- ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની બેઠકનું આયોજન
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.