રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૩.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૪૪૧.૦૭ સામે ૫૦૭૧૪.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૩૯૬.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧૫.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૪.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૨૫.૪૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૬૯.૦૦ સામે ૧૫૦૭૫.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૫૩.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૬.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૬.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૧૪૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના સંક્રમણના નવા વેવ વચ્ચે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામને પણ સરકારે વેગ આપતાં અને વડાપ્રધાન સહિતના અગ્રણી નેતાઓ, કોર્પોરેટ ટાયકૂનો દ્વારા વેક્સિન લેવાતાં આગામી દિવસોમાં કોરોનાને અંકુશમાં લેવામાં સફળતા મળવાની અપેક્ષા અને દેશમાં આર્થિક પ્રવૃતિ વધી રહી હોઈ અને આગામી દિવસોમાં આઇઆઇપી અને ફુગાવાના ડેટા જાહેર થવાના હોવાથી જો આઇઆઇપીના ડેટા સુધારાના રહેશે તો આર્થિક ગ્રોથમાં વધુ સુધરવાના સંકેતે ફંડોએ આજે ભારતીય શેરબજારમાં તેજી કરી હતી.
સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવો એપ્રિલ ૨૦૧૯ પછીની સૌથી ઊંચી સપાટીએ ટ્રેડ થતાં વૈશ્વિક શેરબજારમાં સાવચેતીનો માહોલ સાથે સ્થાનિક સ્તરે આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી પૂર્વે સાવેચતી આગળ વધતી જોવા મળી હતી. અમેરિકા દ્વારા જંગી રાહતનું પેકેજ જાહેર કરવામા આવ્યું હોવા છતાં તેની અસર વૈશ્વિક શેરબજારમાં ન જોવાતા રાહતના પેકેજ પછી પણ અમેરિકન ઇકોનોમીમાં ટર્નરાઉન્ડ કેટલું ઝડપથી આવશે તે કહેવું મુશ્કેલ છે. અમેરિકન ફેડરલ રિઝર્વની આગામી મીટિંગમાં વધતાં બોન્ડ યીલ્ડ માર્કેટની સ્થિતિમાં સમાવેશક વલણ જાળવી રાખે છે કે કેમ તેની પર વૈશ્વિક બજારની નજર રહેશે.
મિડકેપ તેમજ સ્મોલકેપ શેરોમાં વેચવાલી રહેતા તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, ફાઈનાન્સ, આઇટી, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૫ અને વધનારની સંખ્યા ૧૨૫૯ રહી હતી, ૧૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સતત વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક અને અન્ય સાથી દેશોએ હાલની કાચા તેલની ઉત્પાદન ક્ષમતામાં એપ્રિલ સુધી કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેતા ઓપેક દેશોના આ નિર્ણયથી ભારત સરકારની મુશ્કેલી વધી શકે છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સર્વોચ સપાટી સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત નીચા વ્યાજ દર અને ઊંચી પ્રવાહિતતા જાળવી રાખવાના ફેડના પગલાંથી પણ બજારના સેન્ટિમેન્ટ્સમાં રાહત અનુભવાશે જોકે, બજારના નરમ વલણ વચ્ચે એકંદરે બજારમાં કોન્સોલિડેશન અથવા વધુ કરેક્શન જોવાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે. જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.