રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૪૨૮.૪૩ સામે ૭૧૪૧૦.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૨૦૦.૩૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૬.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૭.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૫૯૫.૪૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૮૧૪.૬૦ સામે ૨૧૮૦૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૬૭૪.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૮૪૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વિદેશી ફંડો તેમજ રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ભારત તરફ વળતાં તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસી કમિટીની બે દિવસની મીટિંગ બાદ અપેક્ષિત રેપો રેટ સહિતના પ્રમુખ દરો જાળવી રાખવામાં આવ્યા સાથે લોકસભા ચૂંટણી આવી રહી હોવા સાથે ફુગાવાને અંકુશમાં રાખવાના સરકારના મક્કમ નિર્ધારને લઈ રિઝર્વ બેંકે પણ સાવચેતીમાં વ્યાજ દર ઘટાડાનો સંકેત નહીં આપતાં ઊંચા વ્યાજ દરના પરિણામે હોમ, ઓટો, કન્ઝયુમર લોનની માંગ મંદ પડવાની ધારણા સામે જીડીપી વૃદ્વિનો અંદાજ ૭% મૂકવામાં આવતા આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામો સાથે સરકારની નીતિઓને લઈ જાહેર સાહસો – પીએસયુ કંપનીઓના શેરો આકર્ષણ વેલ્યુએશને મળી રહ્યા હોઈ રોકાણકારોનું આકર્ષણ વધતું જોવાયું છે તેમજ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી ચાલુ રહેતાં બજારનું સેન્ટીમેન્ટ ફરી તેજીનું બન્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ હેલ્થકેર અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૧૮ અને વધનારની સંખ્યા ૧૩૧૬ રહી હતી, ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩.૫૫%, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૩૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૧૪%, એક્સિસ બેન્ક ૧.૩૯% અને બજાજ ફાઈનાન્સ ૧.૧૭% વધ્યા હતા, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૪૦%, ભારતી એરટેલ ૧.૮૮% એનટીપીસી ૧.૮૪%, ટાટા સ્ટીલ ૧.૬૭% અને ઈન્ફોસિસ ૧.૩૯% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૮૫ લાખ કરોડ ઘટીને ૩૮૬.૩૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓ વધી અને ૧૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય ઈક્વિટી બજારોમાં તેજીને કારણે ડિસેમ્બર માસમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડની કુલ એયુએમ રૂ.૫૦ લાખ કરોડને વટાવી ગઈ હતી. જાન્યુઆરી માસમાં કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ ૩.૯%ના વધારા સાથે રૂ.૫૨.૭૪ લાખ કરોડ થઈ છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડો ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા અનુસાર કુલ ફોલિયો પણ વધીને રેકોર્ડ ૧૬,૯૫,૫૯,૧૮૨ થયા છે. ઉપરાંત જાન્યુઆરી માસમાં પ્રથમ વખત એસઆઈપી થકી રોકાણ રૂ.૧૮૦૦૦ કરોડને પાર નીકળ્યું છે. નવા વર્ષના પ્રથમ મહિને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી દ્વારા રોકાણ રૂ.૧૮૮૩૮ કરોડના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું જે ડિસેમ્બર માસમાં રૂ.૧૭૬૧૦ કરોડ હતું. એમ્ફી દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર ઇક્વિટી ફંડોમાં નવા વર્ષના પ્રથમ મહિને રૂ.૨૧૭૮૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યું છે. ડિસેમ્બર ૨૦૨૩માં આ કેટેગરીમાં અંદાજીત રૂ.૧૭૦૦૦ કરોડનું રોકાણ થયું હતું. જાન્યુઆરી માસમાં રોકાણનો પ્રવાહ માર્ચ ૨૦૨૨ પછી સૌથી વધુ હતો, જ્યારે રૂ.૨૮૪૬૩ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
તાજેતરના ડેટા દર્શાવે છે કે ઇક્વિટી ફંડોમાં સતત ૩૫ મહિનાએ નેટ ઈન્ફલો જોવા મળ્યો છે. ગત મહિને વેલ્યુ ફંડને બાદ કરતાં, ઇક્વિટી સેગમેન્ટની તમામ કેટેગરીમાં નેટ રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. ગત મહિને એસઆઈપી હેઠળની એસેટ્સ અંડર મેનેજમેન્ટ પણ રૂ. ૧૦ લાખ કરોડથી વધીને રૂ.૧૦.૨૭ લાખ કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન નેટ ૨૮ લાખ નવા એસઆઈપી એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને કુલ આંકડો રેકોર્ડ ૭,૯૧,૭૧,૩૯૪ થયો છે. હવે આગામી સપ્તાહમાં રોકાણ પ્રવાહ જળવાઈ રહે છે કે અટકીને લોકલ ફંડોના પ્રોફિટ બુકિંગે તેજીને બ્રેક લાગે છે એના પર બજારની નજર રહેશે. ઉપરાંત વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા સહિતના પરિબળો વચ્ચે વૈશ્વિક બજારોમાં કેવો ટ્રેન્ડ લાવે છે એના પર પણ ભારતીય શેરબજારની ચાલ નિર્ભર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.