રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૨.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૩૪૮.૭૭ સામે ૫૧૪૮૪.૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૧૯૩.૯૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૪૧.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૩૨૯.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૨૬.૫૦ સામે ૧૫૧૫૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૦૬૨.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૩.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૧૦૩.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા અને સતત સાતમા દિવસે બીએસઇ સેન્સેકસ અને નિફ્ટી ફ્યુચરે આગેકૂચ જોવા મળી હતી અને ફરી નવી વિક્રમી ટોચ બનાવી હતી. કેન્દ્રિય બજેટથી શેરબજારોમાં તેજીનો નવો વિક્રમી દોર શરૂ થઈ સંપૂર્ણ ગત સપ્તાહ વિક્રમી તેજીનું નીવડયું સાથે ભારતીય શેરબજારમાં બજેટ પછી સતત તેજી આગળ વધી હતી અને છેલ્લા ૨૪ વર્ષની સૌથી મજબૂત પોસ્ટ બજેટ રેલી નોંધાવી હતી. ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ સાથે બીએસઇ સેન્સેક્સ ૫૧,૦૦૦ પોઈન્ટની સપાટી કૂદાવ્યા બાદ ૫૧,૮૩૫ પોઈન્ટની નવી ટોચ બનાવી હતી, એ જ રીતે નિફ્ટી ફ્યુચરે ૧૫,૨૬૬ પોઈન્ટની વિક્રમી ટોચ બનાવી હતી, જોકે ટ્રેડિંગ સેસનના અંતિમ તબક્કામાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
મોદી સરકાર દ્વારા કેન્દ્રિય બજેટમાં આત્મનિર્ભર ભારત મિશનને પાર પાડવાની દિશામાં વધુ પ્રોત્સાહનો સાથે ઈન્ફ્રાસ્ટ્ર્કચર, ફાઈનાન્શિયલ ક્ષેત્રને અનેક પ્રોત્સાહનો આપનારૂ રજૂ કર્યાની પોઝિટીવ અસર બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિની સમીક્ષામાં રેપો રેટને યથાવત રાખીને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ માટે રિયલ જીડીપી વૃદ્વિનો અંદાજ ૧૦.૫% મૂકવામાં આવતાં અને આર્થિક સુધારાની દિશામાં પોઝિટીવ સંકેતે ફંડોએ શેરોમાં વિક્રમી તેજીને આગળ વધારી હતી. ભારતમાં શેરબજારની સ્થાપનાને ૧૪૫ વર્ષે બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.૨૦૦ લાખ કરોડથી વધુનું થયું છે. બજેટ બાદ બીએસઇ સેન્સેક્સમાં ૧૦%થી વધુનો ઉછાળા સાથે ભારતીય શેરબજાર વિશ્વમાં સાતમાં સ્થાને પહોંચ્યુ છે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ટેલિકોમ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૧ અને વધનારની સંખ્યા ૧૩૦૫ રહી હતી, ૧૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની મહામારીમાંથી દેશના અર્થતંત્રને બહાર કાઢવા સરકારે મૂડી ખર્ચમાં જંગી વધારો થાય તે માટે અનેક પગલાંઓ જાહેર કર્યા છે એટલું જ નહીં રિઝર્વ બેન્ક દ્વારા છેલ્લા એક વર્ષમાં રેપો રેટમાં પણ નોંધપાત્ર ઘટાડો કરાયો છે, આમ છતાં કંપનીઓ દ્વારા ધિરાણ ઉપાડ મંદ રહ્યાનું જોવા મળી રહ્યું છે. અંદાજીત ૪૨ કંપનીઓના એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૦ના ગાળાના પરિણામો પર નજર નાખવામાં આવતા જણાય છે કે, નવ મહિનામાં કંપનીઓના સંયુકત નેટ વેચાણમાં ૧૯.૯૦% ઘટાડો નોંધાયો છે, જ્યારે તેમનો કાર્યકારી નફો ૫૬.૮૦% ઘટયો છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં માળખાકીય પ્રોજેકટસ પાછળના ખર્ચમાં વધારો કરવાના કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા ભાર છતાં આ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ એટલે કે બાંધકામ, કેપિટલ ગુડસ તથા એન્જિનિરિંગ કંપનીઓની નાણાંકીય સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળવાનું હજુ બાકી છે. આમ માળખાકીય તથા કેપિટલ ગુડસ ક્ષેત્રની કંપનીઓ પડકારોનો સામનો કરી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. આગામી દિવસોમાં કોરોના મહામારી સાથે હવે અંતના ત્રિમાસિકના નાણાકીય પરિણામોની સીઝનમાં બાકી રહેતી કંપનીઓના પરિણામો કેવા નીવડશે, એના પર આગામી નાણાકીય વર્ષની કંપનીઓની કામગીરીના અંદાજ મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.