રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૮.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૨૭૭.૭૨ સામે ૫૪૩૮૫.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૧૨૪.૨૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૦.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૫.૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૪૦૨.૮૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૫૧.૭૦ સામે ૧૬૨૭૪.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૧૮૧.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૬૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફટી બેઝડ તેજીની દોટ આજે આગળ વધી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, આઇટી – ટેક શેરોમાં તેજી સામે મેટલ, ઓઇલ & ગેસ, ટેલિકોમ, યુટિલિટીઝ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં વેચવાલી અટકીને ગત સપ્તાહે ખરીદી થયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ખરીદી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દર યથાવત જાળવી રાખવામાં આવતા અને ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસર જોવાઈ હતી.
અર્થતંત્રમાં સુધારાની આશા સાથે વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી દોટ ચાલુ રહી હતી. ગત સપ્તાહમાં જાહેર થયેલા જુલાઈ ૨૦૨૧માં જીએસટીના આંકડા અને સુધરી રહેલા મેક્રો ઈકોનોમી આંકડાઓથી બજારને સમર્થન મળ્યું છે. કંપનીઓના વધુ સારા નાણાકીય પરિણામોની પણ સ્થાનિક શેરબજાર પર સકારાત્મક અસર પડી છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની અત્યારસુધીના પરિણામો પ્રોત્સાહક રહ્યા છે. જો કે ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના નીચા બેઝને કારણે પણ વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો મજબૂત જોવા મળી રહ્યા છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, આઇટી, ટેક અને ફાઇનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૯ અને વધનારની સંખ્યા ૧૨૯૧ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક મોરચે યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગતાં યુ.કે., ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં લોકડાઉન ફરી લાગુ થવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર સાથે બજારો માટે ચિંતા ઊભી થઈ છે. સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી ભારત બહાર આવી જઈ અત્યારે કેસો ઘટવા લાગતા અનલોક ઝડપી બનીને દેશમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વધવા લાગી છે, કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો પણ એકંદર સારા આવી રહ્યા છે, ચોમાસાની પ્રગતિ સારી થઈ રહી છે, આ પોઝિટીવ પરિબળો સામે વૈશ્વિક મોરચે આકાર લઈ રહેલા નેગેટીવ પરિબળોએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સાવચેતી જરૂરી બની રહેશે.
ભારતમાં અત્યારે કોરોના સંક્રમણમાં ઘટાડા સામે પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ અને આગામી દિવસોમાં હવે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં રાજયોની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગત બે સપ્તાહથી બજારની જોવાઈ રહેલી અફડાતફડીની ચાલ સાથે ચોક્કસ એક સેકટરના શેરોમાં રોજબરોજ તોફાન મચાવીને બજારને ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોને જોતાં આગામી દિવસોમાં તેજીને વિરામ આપીને ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.