રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૧.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૫૪૧ સામે ૭૯૬૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૧૧૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૯.૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫.૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૪૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૦૦ સામે ૨૪૩૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૯.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૪.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયનો ઉન્માદ ઓસરી ગયો હતો. ટ્રમ્પ સત્તા પર આવતાંની સાથે ચાઈના, ભારત સહિત પર આંકરા ટેરિફનું યુદ્વ છેડશે એવી શકયતા અને બીજી તરફ ચાઈના મેગા સ્ટીમ્યુલસ પગલાં લેવાની તૈયારીમાં હોવાના સંકેતે ભારતીય શેરબજારમાંથી આજે ફોરેન ફંડોએ વધુ હેમરિંગ કરી મોટું ઓફલોડિંગ કરતાં ઘટાડો નોધાયો હતો. જ્યારે બીજી તરફ આજે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી ધીમી પડતી જોવાઈ હતી. મેટલ – માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ પાછળ ફંડોએ મોટી વેચવાલી કરતાં અને બીજી બાજુ રિયલ્ટી કંપનીઓને લઈ આગામી દિવસો કપરાં નીવડવાની ધારણાએ ફંડો વેચવાલ બન્યા હતા. આ સાથે ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું. વૈશ્વિક સ્તરે જોઈએ તો ચાઈનાની આર્થિક હાલત કફોડી બની રહી હોઈ વધુ સ્ટીમ્યુલસ પગલાંની માંગને લઈ ટૂંક સમયમાં મેગા સ્ટીમ્યુલસની અપેક્ષા સામે અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ભારે ટેરિફ લાદવાની શકયતાના અહેવાલે વૈશ્વિક અનિશ્ચિતતાએ આજે ફંડોએ ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, ટેક, ઓટો અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૭૫ અને વધનારની સંખ્યા ૧૩૯૬ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૦૯%, ટાઈટન કંપની લી. ૨.૧૩%, ટેક મહિન્દ્રા ૧.૯૦%, નેસ્લે ઇન્ડિયા ૧.૪૪%, ઇન્ફોસિસ લી. ૧.૩૧%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૨૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૧૨%, અદાણી પોર્ટ ૦.૭૮%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૬૯%, સન ફાર્માસ્યુટિકલ ૦.૬૪%, એચડીએફસી બેન્ક ૦.૪૮% અને લાર્સેન લી. ૦.૩૩% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ ૨.૬૧%, ટાટા સ્ટીલ ૨.૨૨%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૮૬%, ટાટા મોટર્સ ૧.૭૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૬૬%, એનટીપીસી લી. ૧.૫૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૩%, ભારતી એરટેલ ૦.૪૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૨૯%, મારુતિ સુઝુકી ૦.૨૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૨૬% અને બજાજ ફાઈનાન્સ ૦.૧૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ડીઆઈઆઈની આક્રમક ખરીદીને પગલે ભારતીય ઈક્વિટીસમાં ડીઆઈઆઈ તથા એફપીઆઈના રોકાણ હિસ્સા વચ્ચેનો તફાવત ઘટી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઓલ ટાઈમ લો પહોંચી ગયો હતો. જો કે ઓકટોબર માસમાં એફપીઆઈના રૂ.૯૪૦૧૭ કરોડના નેટ આઉટફલો તથા ડીઆઈઆઈના રૂ.૧,૦૭,૨૫૫ કરોડના નેટ ઈન્ફલોને ધ્યાનમાં લેવામાં આવે તો એનએસઈ શેરોના રોકાણ હિસ્સાનું અંતર હજુ વધુ ઘટયું હોવાનું કહી શકાય એમ છે. નવેમ્બર માસમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આમ ભારતીય ઈક્વિટીસમાં રોકાણમાં એફપીઆઈ કરતા ડીઆઈઆઈ આગળ નીકળી જવાની તૈયારીમાં છે. ફન્ડ હાઉસોના રોકાણને પગલે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોના એકંદર રોકાણમાં વધારો જોવાયો છે. નેશનલ સ્ટોક એકસચેન્જ પર લિસ્ટેડ શેરોમાં ઘરેલું મ્યુચ્યુઅલ ફન્ડસનો રોકાણ હિસ્સો જે જૂન ત્રિમાસિકમાં ૯.૧૮% હતો તે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સાધારણ વધી ૯.૪૫% રહ્યો હતો.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં મ્યુચ્યુઅલ ફન્ડોમાં રૂ.૮૯૦૩૮ કરોડનો જંગી નેટ ઈન્ફલોસ રહ્યો હતો જેને કારણે તેમના ઈક્વિટી રોકાણમાં વધારો જોવા મળ્યો છે. ડીઆઈઆઈમાં એકંદર ઈન્ફલો સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ.૧,૦૩,૬૨૫ કરોડ રહ્યો હતો જેને પરિણામે એનએસઈ શેરોમાં તેમનો રોકાણ હિસ્સો વધી ૧૬.૪૬% સાથે ઓલ ટાઈમ હાઈ જોવાયો છે. બીજી બાજુ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો પણ ૧૭.૩૯% પરથી સાધારણ વધી ૧૭.૫૫% રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈનો પ્રાઈમરી માર્કેટમાં ઈન્ફલો રૂ.૩૦૩૪૯ કરોડ અને સેકન્ડરીમાં રૂ.૯૭૪૦૮ કરોડ રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં આક્રમક ખરીદીને પરિણામે તેના હિસ્સામાં વધારો થતાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈ તથા ડીઆઈઆઈના રોકાણ હિસ્સા વચ્ચેનો તફાવત ઘટી ૧.૦૯% સાથે ઓલ ટાઈમ લો પર આવી ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.