રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૬.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૨૮.૫૧ સામે ૫૨૪૨૮.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૧૩૫.૦૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૯૭.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨.૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૨૭૫.૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૮૪.૮૫ સામે ૧૫૭૮૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૦૧.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૬૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર હવે મંદ પડયાની સાથે દેશભરમાં વિવિધ રાજયોમાં લોકડાઉનના નિયમો હળવા કરીને અનલોક તરફના પગલાં લેવાતાં આર્થિક પ્રવૃતિઓ ફરી ધમધમતી થવાના અને આર્થિક વિકાસને વેગ મળવાના અંદાજો વચ્ચે આજે લોકલ ફંડોએ આજે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીને આગળ વધારી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા અને રાજયોનો ભાર હળવો કરવા સંપૂર્ણ ફ્રી વેક્સિનેશન કરવાનું જાહેર કરતાં આગામી દિવસોમાં ભારતને કોરોના મુક્ત કરવામાં સફળતા મળવાના અંદાજો અને આગામી દિવસોમાં સરકાર દ્વારા સ્ટીમ્યુલસના વધુ પગલાંની અપેક્ષાએ આજે શેરોમાં તેજી કરી હતી. જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર અંતે ધીમી પડીને દેશ ફરી લોકડાઉનથી અનલોક તરફ વળતાં અને ત્રીજી લહેર પૂર્વે દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા વિદેશોની વેક્સિનને ઝડપી પરવાનગી સાથે કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની સાથે સાથે આર્થિક મોરચે પણ દેશને પુન:વિકાસની પટરી પર લાવવા સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાઈ રહેલા નવા સ્ટીમ્યુલસ પગલાંની પોઝિટીવ અસરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં મોટાપાયે ખરીદી કરીને નિફટી ફ્યુચરે ૧૫૭૯૦ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈએ બનાવી છે. જ્યારે સેન્સેક્સ ઐતિહાસિક ઊંચાઈની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ફાઈનાન્સ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૬ અને વધનારની સંખ્યા ૧૮૩૭ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરને કારણે દેશની બેન્કો પર નવેસરથી પડકારો ઊભા થયા છે એમ ફિચ રેટિંગ્સ દ્વારા જણાવાયું હતું. બે સરકારી બેન્કોના વર્તમાન નાણાં વર્ષમાં ખાનગીકરણ કરવાની યોજના ઢીલમાં પડી શકે છે. વર્તમાન નાણાં વર્ષના બજેટની રજુઆત કરતી વેળા સરકારે જાહેર ક્ષેત્રની બે બેન્કો તથા એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની યોજના જાહેર કરી હતી. જેમા ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા કાર્યક્રમના ભાગરૂપ ખાનગીકરણની યોજના આવી પડી છે.
ખાનગીકરણ કરીને સરકાર હસ્તક બેન્કોની સંખ્યામાં ઘટાડો કરાશે. કોરોનાને કારણે બેન્કોની બેલેન્સ શીટસ પર તાણ વધી છે. બેન્કોમાં હિસ્સાનું વેચાણ ત્યારે જ સફળ રહેશે જ્યારે રોકાણકાર અથવા રોકાણકારો તરફથી તેમાં પૂરતો રસ બતાડવામાં આવશે. બેન્કોની નબળી કામગીરી તથા એસેટ કવોલિટીના મુદ્દાને લઈને રોકાણકારો આગળ આવતા ખચકાઈ રહ્યા છે. કોરોનાએ બિઝનેસ તથા કન્ઝયૂમર કોન્ફીડેન્સ નબળો પાડયો છે. જેને કારણે સરકારે લોન્સમાં રિપેમેન્ટસમાં રાહત સહિતના પગલાં જાહેર કરવાની ફરજ પડી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.