રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૨.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૭૩૧.૬૩ સામે ૫૧૧૪૬.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૧૪૬.૬૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૬.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૭.૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૩૪૮.૭૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૩૦.૬૫ સામે ૧૫૦૬૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૦૩૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૪.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૧૩૫.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં વધુ સ્ટિમ્યુલસ સાથે ગ્રોથની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં પોઝિટિવ માહોલ અને સ્થાનિક સ્તરે કેન્દ્રિય બજેટ રજુ થયા બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે. આ સાથે ગત સપ્તાહે કેન્દ્રિય બજેટમાં અનેક પ્રોત્સાહનો અને આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ અંગેની જાહેરાત બાદ સતત તેજી જોવાયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ ભારતીય શેરબજારમાં તેજી આગળ વધી હતી. રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર યથાવત્ રાખતા અને ગ્રોથ માટે જરૂરી લિક્વિડિટી માટે પગલાં જાહેર કરતા પોઝિટિવ અસરે આજે બીએસઇ સેન્સેક્સે ફરી ૫૧,૦૦૦ની સપાટી કુદાવી ૫૧,૫૨૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૧૬૭ પોઈન્ટની વધુ એક રેકોર્ડ ઊંચાઈ બનાવી હતી.
કેદ્રિય બજેટની જાહેરાત બાદ ચાલુ થયેલી પોસ્ટ બજેટ રેલી નોન-સ્ટોપ ચાલુ રહેતા છ ટ્રેડિંગ સેશનમાં બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧૦%થી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. ગત સપ્તાહના અંતે રિઝર્વ બેન્કની એમપીસીની બેઠકમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા સરકારના વિક્રમી બોરોઈંગને આરબીઆઈ મેનેજ કરી લેશે તેવી ખાતરી આપતા રેપો રેટ ૪% યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત એકોમોડેટિવ પોલિસી સ્ટેન્સ પણ યથાવત્ રાખતા અને ફંડોની નવી ખરીદી પાછળ તેજીની વિક્રમી ચાલ સતત છઠ્ઠા દિવસે અકબંધ રહી હતી અને સેન્સેક્સ, નિફ્ટી ફ્યુચર સહિત બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ઊંચાઈ પર બંધ રહ્યાં સાથે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૧૩ અને વધનારની સંખ્યા ૧૭૨૧ રહી હતી, ૧૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કેન્દ્રીય બજેટ બાદ આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની આ સૌપ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સતત ચોથી વખત વ્યાજદરમાં કોઈ બદલાવ ન કરાતા તેને યથાવત્ રાખવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મોનેટરી પોલિસી બેઠકમાં આગામી ૧લી એપ્રિલથી શરૂ થનાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે દેશમાં બે આંકડા સાથે ૧૦.૫%નો આર્થિક વૃદ્ધિનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ કોરોના મહામારીથી સંકોચાયેલા અર્થતંત્રની ગાડી આગામી એક વર્ષમાં પૂરપાટ ઝડપથી દોડતી થશે તેવી આશા આરબીઆઈએ વ્યક્ત કરી છે. આ સાથે જ રિટેલ ફુગાવાનો દર ૫.૨%ની સપાટીએથી આંશિક ઘટીને ૪.૩ રહેશે. આગામી દિવસોમાં આર્થિક મોરચે હવે ભારતના ડિસેમ્બર મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના ૧૨,ફેબ્રુઆરી ૨૦૨૧ના જાહેર થનારા આંક અને આ જ દિવસે જાન્યુઆરી મહિના માટેના ફુગાવાના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.