Home વ્યાપાર જગત - BUSINESS કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!

કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!

Bull and bear , symbolic beasts of market trend.

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૬.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૧૦૦.૦૫ સામે ૫૨૨૩૧.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૦૫૪.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૩.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૮.૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૨૮.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૦૦.૮૫ સામે ૧૫૭૬૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૦૫.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૦.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૮૧.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના સક્રમણની બીજી લહેર અત્યંત ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવા છતાં અને કોરોનાના પરિણામે દેશભરમાં વિવિધ રાજયોમાં લોકડાઉન યથાવત હોઈ આર્થિક મોરચે દેશને મોટું નુકશાન થઈ રહ્યાના અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યાના નેગેટીવ પરિબળો છતાં સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોએ તેજીની દોટ આગળ વધારી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં પીએસયુ કંપનીઓમાં મોટાપાયે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એવા સંકેત અને કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં ઘણી કંપનીઓના પરિણામો પ્રોત્સાહક આવતાં અને પેટ્રોલ, ડિઝલના વધતાં ભાવોએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓની નફાશક્તિ વધી રહી હોઈ શેરોમાં ફંડોની તેજી રહી હતી.

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર અત્યંત ઘાતક નીવડી હોવા સાથે હવે આ સંક્રમણ ધીમું પડી રહ્યાના કેટલાક અહેવાલ-આંકડા વચ્ચે આજે ભારતીય શેરબજારોમાં ફંડોએ શેરોમાં અવિરત તેજી કરી હતી. કોરોના સંક્રમણથી દેશભરમાં લોકડાઉનની પરિસ્થતિમાં આર્થિક વ્યવહારો મોટાપાયે થંભી ગયા હોઈ એક તરફ આર્થિક સંકટ ઘેરાઈ રહ્યા સામે કેન્દ્ર સરકાર અને ઉદ્યોજકો દ્વારા રાહતના લેવાઈ રહેલાં સરાહનીય પગલાંની પોઝિટીવ અસરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા દેશના માથે આવી પડેલા આ મહાસંકટ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા ફરી મેગા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવે એવી પૂરી શકયતાએ આજે ફંડોએ તેજી કરતાં ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઇનાન્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૮૮ અને વધનારની સંખ્યા ૨૩૨૬ રહી હતી, ૧૬૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૬૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે ગત સપ્તાહ ઐતિહાસિક પૂરવાર થયું હતું. ગત સપ્તાહમાં નિફ્ટી ફ્યુચરે નવી ઓલટાઈમ હાઈ સપાટીની રચના કરી છે. જ્યારે, સેન્સેક્સ તેની વિક્રમી સપાટીની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ બીએસઇના માર્કેટ કેપે. પણ નવો વિક્રમ રચ્યો છે. વિતેલા સપ્તાહમાં મહત્વના આર્થિક ડેટાની જાહેરાત થઇ હતી જે નેગેટીવ રહ્યા હતા. આ ઉપરાંત સપ્તાહના અંતે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની જાહેરાત થઇ હતી. જેમાં વ્યાજદર યથાવત રખાયા હતા. આ અહેવાલો વચ્ચે પણ શેરબજારમાં નવા વિક્રમ રચાયા હતા.

ગત સપ્તાહે સેન્સેક્સમાં અંદાજીત ૧.૩% અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧.૫%નો સુધારો નોંધાયો હતો. જો કે, આ સમય દરમિયાન સ્મોલ અને મિડકેપ ઇન્ડેક્સ અનુક્રમે ૩.૩% અને ૩.૯% વધ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય શેરબજારોમાં વર્તમાન તોફાની તેજી મામલે શંકા બતાવીને રોકાણકારોને સાવચેત દીધા છે, જેથી આગામી દિવસોમાં આ સાવચેતીને ધ્યાનમાં લઈને ઉછાળે નફો બુક કરવું સલાહભર્યું રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field