રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૧૮૬.૦૯ સામે ૭૨૫૪૮.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૯૩૮.૨૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૦.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪.૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૧૫૨.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૯૭૯.૫૫ સામે ૨૨૦૯૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૯૦૧.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૮.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૦૧૯.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાઈનાના શેરબજારોમાં કડાકા અને ચાઈનીઝ સરકાર દ્વારા સ્થાનિક અને વિદેશી રોકાણકારો પર કડક અંકુશો મૂકાતાં આ અંકુશો બાદ રિકવરી છતાં અનિશ્ચિતતા વચ્ચે વિદેશી રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ભારત તરફ વળતાં આજે ફંડોએ રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, પાવર ફ્રન્ટલાઈન શેરો સાથે શેરો કંઝ્યુમર ડ્રિસ્કિશનરી, ફાઈનાન્સિયલ સર્વિસિસ તેમજ યુટિલિટીઝ હેવીવેઈટ શેરોમાં તેજી કરી સેન્સેક્સને ફરી ૭૨૫૦૦ પોઈન્ટની તેમજ નિફટી ફ્યુચરે ૨૨૧૦૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી. મેટલ, કોમોડીટીઝ શેરોમાં તેજી સાથે અમેરિકા સહિતના વિદેશી ફંડોએ ભારતીય હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ખરીદી કરી હતી, જો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગના નિર્ણય પૂર્વે ઉછાળે સાવચેતીમાં ફંડોએ શેરોમાં બેંકિંગ પ્રોફિટ કરતા તમામ ઉછાળો ધોવાઇ ગયો હતો અને ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩.૭૮%, જેએસડબલ્યૂ સ્ટીલ ૨.૧૨%, એક્સિસ બેન્ક ૧.૭૭%, બજાજ ફાઈનાન્સ ૧.૭૬% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૯% વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૩૩%, ટેક મહિન્દ્રા ૨.૩૧% ઈન્ફોસિસ ૨.૦૬% ટીસીએસ ૧.૨૨% અને એનટીપીસી ૧.૧૧% ઘટ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક, સર્વિસિસ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૦ અને વધનારની સંખ્યા ૨૨૬૨ રહી હતી, ૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૪૨ લાખ કરોડ વધીને ૩૮૯.૨૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, બે દાયકા સુધી ચીનના અર્થતંત્ર પર વિશ્વાસ કરી જંગી મૂડીનું રોકાણ કર્યા બાદ વૈશ્વિક રોકાણકારો ચીનની બજારમાંથી અબજો ડોલર પાછા ખેચી રહ્યા છે. અમેરિકામાં કાર્યરત ભારત તરફી ફન્ડમાં રેકોર્ડ ઈન્ફલોઝ જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે તે જાન્યુઆરીના મધ્યમાં ભારત હોંગકોંગને પાછળ મૂકી વિશ્વની ચોથી મોટી ઈક્વિટી બજાર બન્યું હતું. વૈશ્વિક રોકાણકારો દ્વારા ચીનમાંથી પાછા ખેંચાઈ રહેલા રોકાણમાંથી મોટાભાગનો હિસ્સો ભારતીય બજાર તરફ વળી રહ્યાનું પણ પ્રાપ્ત અહેવાલો સંકેત આપી રહ્યા છે. એશિયાની બે મહાકાય સત્તા ભારત તથા ચીનમાં હાલમાં વિરોધાભાષી સ્થિતિ પર વૈશ્વિક રોકાણકારો બારીકાઈથી નજર રાખી રહ્યા છે. ગોલ્ડમેન સાક્સ તથા મોર્ગન સ્ટેન્લી જેવા વોલ સ્ટ્રીટના મોટા ફન્ડ હાઉસો આગામી એક દાયકા માટે ભારતને ઈન્વેસ્ટમેન્ટસના મુખ્ય મથક તરીકે જોઈ રહ્યા છે.
અમેરિકામાં કાર્યરત એકસચેન્જ ટ્રેડેડ ફન્ડ જે ભારતીય ઈક્વિટીઝમાં રોકાણ કરી રહ્યું છે તેમને ૨૦૨૩ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઈન્ફલોઝ જોવા મળ્યો છે જ્યારે બીજી બાજુ ચીનની ઈક્વિટીઝ કેન્દ્રીત ચાર ફન્ડોમાં એકત્રિત રીતે ૮૦ કરોડ ડોલરનો આઉટફલોઝ જોવા મળ્યો હોવાનું પણ પ્રાપ્ત અહેવાલોમાં જણાવાયું હતું. ભારતનો આર્થિક વિકાસ દર ૭% જળવાઈ રહેશે તો શેરબજારનું કદ પણ આજ દરે વધતુ રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. છેલ્લા બે દાયકામાં ભારતનો આર્થિક વિકાસ દર અને માર્કેટ કેપ સમાંતર રીતે વધ્યા છે. જાપાનના રિટેલ રોકાણકારો ચીનની બજારને જાકારો આપી રહ્યા હોવાના ગયા સપ્તાહના અહેવાલ બાદ હવે અમેરિકાના ફન્ડ હાઉસો પણ ચીનમાંથી પોતાના રોકાણ ભારત તરફ વાળી રહ્યા હોવાના અહેવાલથી ભારતીય બજારોનું સેન્ટિમેન્ટ મજબૂત બનવાની શકયતા નકારાતી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.