રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૭.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૮૮૦.૦૦ સામે ૫૨૮૭૪.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૮૦૪.૧૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૨૫.૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮.૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૮૬૧.૧૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૫૮.૧૦ સામે ૧૫૮૨૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૮૧૫.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૮૩૨.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોર્પેોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે આજે ફંડોએ ફરી શેરોમાં આરંભથી જ આક્રમક ઓલ રાઉન્ડ તેજીનું તોફાન મચાવીને ભારતીય શેરબજારને વિક્રમી ઊંચાઈ તરફ કૂચ કરાવી હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મોરચે ઓપેક અને અન્ય દેશોના કાર્ટેલ વચ્ચે તડા પડયાના અને યુ.એ.ઈ. દ્વારા તેના ક્રુડ ઉત્પાદન કાપ માટે ઊંચા બેઝલાઈનને માન્ય રાખવામાં નહીં આવે તો પોતે એપ્રિલ ૨૦૨૨ બાદ ઉત્પાદન કાપ માટે ઓપેક સાથે સંમત નહીં હોવાનું જણાવ્યા છતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઊંચા મથાળે જળવાઈ રહેતા પેટ્રોલ, ડિઝલના ભાવ વિક્રમી ઊંચાઈએ રહ્યાના નેગેટીવ પરિબળે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૭ અને વધનારની સંખ્યા ૧૫૯૦ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરના ફેલાવાને અટકાવવા દેશના વિવિધ રાજ્યો દ્વારા નિયમનકારી પગલાં હાથ ધરાતા વેપાર કામકાજ પર તેની અસરને કારણે દેશના ઉત્પાદન ક્ષેત્ર બાદ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ જુન માસમાં મંદ રહ્યાનું ખાનગી સર્વેમાં જણાવાયું છે. સેવા ક્ષેત્રનો આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે મે માસમાં ૪૬.૪૦ રહ્યો હતો તે જુનમાં જોરદાર ઘટી ૪૧.૨૦ સાથે અગિયાર મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. જુલાઈ ૨૦૨૦ બાદ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મોટો ઘટાડો જોવાયો છે. જુન માસમાં નવા વેપાર તથા રોજગારમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જો કે કોરોનાની પ્રથમ લહેરની સરખામણીએ આ ઘટાડો મર્યાદિત રહ્યો છે.
સેવા ક્ષેત્રે કાચા માલ તથા પરિવહનના ઊચા ખર્ચને કારણે સેવા પૂરી પાડવા માટેના ખર્ચમાં પણ વધારો થયો હતો. આમ કાચા માલના ઊંચા ખર્ચ દેશમાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના ૨થી ૬%ના ટાર્ગેટ કરતા ઊંચો રહેવા સંકેત આપે છે. આ અગાઉ ગયા સપ્તાહમાં જાહેર થયેલો જુનનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ ૫૦થી અંદર રહ્યો હતો. સપ્ટેમ્બર – ઓકટોબર માસમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં રોજગારની સ્થિતિમાં ખાસ સુધાર જોવા મળવાની શકયતા જોવાતી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.