રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૨.૨૦૨૪ ના રોજ…
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૭૩૧.૪૨ સામે ૭૧૯૭૦.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૬૨૫.૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૩૬.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૪.૬૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૧૮૬.૦૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૮૦૩.૪૫ સામે ૨૧૮૩૬.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૭૯૦.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૭.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૦૦૦.૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોની સાથે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં લોકલ ફંડો લેવાલી સાથે ફોરેન ફંડોનું ખરીદીનું આકર્ષણ રહેતા ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ઈરાન-અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટમાં વધતાં તણાવ વચ્ચે અમેરિકાની આતંકીઓને રાતા સમુદ્રમાં હુમલા સામે ચેતવણી અપાતાં અને ખાસ વૈશ્વિક અર્થતંત્ર માટે અમેરિકાના વ્યાજ દરમાં સંકેતની પોઝિટીવ અસર તેમજ સ્થાનિક સ્તરે મોદી સરકારના વચગાળાના કેન્દ્રિય બજેટમાં દરેક વર્ગના વિકાસ પર ફોક્સ કરીને લોકસભા ચૂંટણી પૂર્વે ફરી પુન:સત્તા પર આવવાના મક્કમ વિશ્વાસ સાથે દેશના સર્વાંગી વિકાસ અને રાજકોષીય શિસ્તને પ્રાધાન્ય આપી પોલીસીમાં સ્થિરતા લાવવા સરકારના મક્કમ સંકેત અને કોર્પોરેટ પરિણામોની સીઝનમાં અપેક્ષિત પરિણામોની પોઝિટીવ અસર જોવાઈ હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, બેંકેકસ, યુટિલિટીઝ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૯ અને વધનારની સંખ્યા ૨૩૫૦ રહી હતી, ૮૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેક્નોલોજીસ ૪.૪૩%, મારુતી સુઝુકી ઈન્ડિયા ૪.૦૬%, ટીસીએસ ૪.૦૫%, વિપ્રો ૩.૫૯% અને ઈન્ફોસિસ ૨.૫૨% વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૯૭%, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૮૪%, આઈટીસી ૧.૫૨%, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૨૧% અને એક્સિસ બેન્ક ૧.૧૪% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૨૨ લાખ કરોડ વધીને ૩૮૬.૮૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશમાં સેકન્ડરી માર્કેટની સાથોસાથ પ્રાઈમરી માર્કેટમાં પણ રોકાણકારોનું વ્યાપક આકર્ષણ જોવા મળી રહ્યું છે. જાહેર ભરણાં મારફત ઈક્વિટીઝમાં રોકાણ કરવા રિટેલ રોકાણકારોનો ઉત્સાહ જળવાઈ રહેવાની ધારણાં છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૩ની સરખામણીએ અનેક મોટી કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. એપ્રિલ-મે આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર પણ રોકાણકારો માટે સાનુકૂળ વાતાવરણ પૂરુ પાડવા ઈરાદો ધરાવે છે. આગામી એકથી બે વર્ષમાં દેશની પ્રાઈમરી માર્કેટમાં જાહેર ભરણાં મારફત ૧૦ અબજ ડોલર જેટલું ભંડોળ ઊભુ થવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. સાથે સાથે દેશમાં શેરબજારની તેજીને પગલે રિટેલ રોકાણકારોના સહભાગમાં પણ જોરદાર વધારો થઈ રહ્યો છે. જે ડીમેટ ખાતાની સંખ્યા પરથી સમજી શકાય છે. વર્તમાન નાણાં વર્ષ ઉપરાંત
આગામી નાણાં વર્ષમાં પણ દેશમાં પ્રાઈમરી માર્કેટ મારફત નાણાં ઊભા કરવાની માત્રા ઊંચી જોવા મળી રહી છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજીત ૬૫થી વધુ જેટલી કંપનીઓએ રૂ.૭૨૦૦૦ કરોડથી વધુ જેટલું ભંડોળ ઊભું કરી લેવા પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ૨૫ જેટલી કંપનીઓને ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) માટે સેબીની મંજુરી મળી ગઈ છે જ્યારે બીજી ૪૧ કંપનીઓ સેબીની મંજુરીની રાહ જોઈ રહી છે. જે ૨૫ કંપનીઓને મંજુરી મળી ગઈ છે તે સંયુકત રીતે રૂ.૨૭૧૯૦ કરોડ ઊભા કરવા ધારે છે જ્યારે મંજુરી માટે રાહ જોતી બાકીની ૪૧ કંપનીઓ અંદાજીત રૂ.૪૫૫૦૦ કરોડથી વધુ ઊભા કરવા યોજના ધરાવે છે તેથી અગામી દિવસોમાં આઈપીઓમાં રોકાણકારોનું આકર્ષણ વધતું જોવાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.