રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૮.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૪૯૨.૮૪ સામે ૫૪૪૯૨.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૨૧૦.૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૩.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૫.૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૨૭૭.૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૩૦૦.૬૫ સામે ૧૬૨૮૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૨૩૩.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૨૬૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વિશ્વમાં કોરોના સંક્રમણ ડેલ્ટા અને કપ્પા સહિતના નવા સ્વરૂપે ફેલાઈ રહ્યાના અને યુ.કે., ઓસ્ટ્રેલિયામાં કેસો વધવા લાગતાં સ્થાનિક સ્તરે પણ એકાએક કોરોના સંક્રમણની ત્રીજી લહેરના સંકેત આપતાં પોઝિટીવ કેસોમાં વધારો થવા લગતા સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી. વૈશ્વિક મોરચે ફુગાવો-મોંઘવારીમાં વધારો થવાના સંકેત અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધીને આવતા નેગેટીવ અસર ભારતીય શેરબજાર પર જોવાઈ હતી. ભારતીય શેરબજારમાં આજે એનર્જી અનેરિયલ્ટી શેરોમાં ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થવા સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નફારૂપી વેચવાલી રહેતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ભારતમાં ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ છતાં પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પરિણામે આર્થિક વિકાસ પણ મંદ પડવાની શક્યતાએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, યુટિલિટીઝ, પાવર, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેક, આઈટી, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ, મેટલ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, ફાઈનાન્સ, સીડીજીએસ, બેન્કેક્સ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૯૧ અને વધનારની સંખ્યા ૧૮૨૧ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં વિક્રમી ભાવો અને અમેરિકી ડોલર સામે નબળો પડતો જતો ભારતીય રૂપિયો ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટને આગામી દિવસોમાં ખરાબ કરી શકે છે.
ફુગાવા-મોંઘવારીના વધતાં જોખમી પરિબળ સામે ચોમાસાની પ્રગતિ એકંદર સારી રહી હોવા છતાં ફંડોએ સપ્તાહ અંતે સાવચેતીમાં વિક્રમી ઊંચા મથાળે તેજીનો વેપાર હળવો કર્યો છે. તેજીના લાંબા સમયથી જોવાઈ રહેલા અતિરેકમાં સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે કરેકશન જોવા મળી શકે છે, જેથી સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.