રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૯૮૯ સામે ૭૩૦૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૮૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૭૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૯૧ સામે ૨૨૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૧૬૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૪૪૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
છેલ્લા નવ માસની તુલનાએ સૌથી લાંબી મંદી ફેબ્રુઆરી માસમાં જોવા મળ્યા બાદ આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના ટેરિફ વોરથી અન્ય ઉદ્યોગો સાથે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ ફટકો પડવાના એંધાણ સામે અમેરિકાના હેલ્થકેર – દવાઓ પર ટેરિફની શકયતા છતાં હાલ ચાઈના અને કેનેડા, મેક્સિકો ટાર્ગેટ રહેતાં અને ભારતનો કોઈ ઉલ્લેખ નહીં થઈ રહ્યો હોઈ ફંડોની આજે પસંદગીની લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકામાં ટેરિફના વળતાં પગલાંથી ફુગાવો – મોંઘવારી વધવાના અને આર્થિક ભીંસ વધવાના અંદાજોએ અમેરિકી શેરબજારમાં કડાકા સાથે અમેરિકાના ટેરિફ સામે કેનેડા અને ચાઈનાએ અમેરિકી ચીજોની આયાત પર ટેરિફ લાદતાં અને મેક્સિકો પણ ટેરિફ લાદવાની તૈયારી સાથે યુરોપના દેશો વળતાં પગલાં લેવાના સંકેત વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં બે તરફી અફડાતફડી સામે ટ્રમ્પના ટેરિફની ધમકીની આજે નહિંવત્ત અસરે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરીફ વોરના પગલે અનિશ્ચિતતા વધતાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે અમેરિકા, કેનેડા તથા ચીન વચ્ચે ટેરીફ વોર વધતાં ક્રૂડના ભાવ પર તેની નેગેટીવ ઈમ્પેકટ જોવા મળતા ક્રૂડઓઈલના ભાવ ઝડપી ઘટી ત્રણ માસની નીચી સપાટીએ જોવા મળ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટીઝ, પાવર, સર્વિસીસ, મેટલ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૬૮ અને વધનારની સંખ્યા ૩૨૪૭ રહી હતી, ૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ ૫.૦૨%, ટાટા સ્ટીલ ૪.૯૨, પાવર ગ્રીડ કોર્પોરેશન ૪.૨૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૪.૨૭%, એનટીપીસી લી. ૪.૦૬%, ટેક મહિન્દ્ર ૩.૭૩%, ટાટા મોટર્સ ૩.૫૨%, આઈટીસી લી. ૨.૬૬% અને ભારતી એરટેલ ૨.૫૮% વધ્યા હતા, જયારે બજાજ ફાઈનાન્સ ૩.૨૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૬૪%, એચડીએફસી બેન્ક ૧.૨૫%, ઝોમેટો લિ. ૦.૩૧% અને મારુતિ સુઝુકી ૦.૦૨% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતના કૃષિ, એન્જિનિયરિંગ ગુડસ, જ્વેલરી, ગારમેન્ટસની અમેરિકામાં સારી માંગ રહે છે, ત્યારે ચીન સાથે વધેલી તંગદિલીનો ભારતને લાભ થવાની શકયતા નકારાતી નથી. અમેરિકાએ હાલમાં ભારતના સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર ઊંચી ટેરિફ લગાડવાનું જાહેર કર્યું છે. ચીન પર ઊંચા ટેરિફને જોતા ભારત માટે તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની તક ઊભી થઈ છે એટલું જ નહીં અમેરિકાની કંપનીઓને ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ માટે આકર્ષવાના પણ સરકાર તરફથી પ્રયત્નો શરૂ કરાયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ગંભીર ટ્રેડ વોરમાં ધકેલીને હવે ખરાખરીને જંગ શરૂ થયો હોય એમ અમેરિકાના ટેરિફ સામે કેનેડા અને ચાઈનાએ અમેરિકી ચીજોની આયાત પર ટેરિફ લાદતાં અને મેક્સિકો પણ ટેરિફ લાદવાની તૈયારીમાં હોવા સાથે યુરોપના દેશો વળતાં પગલાં લેવાના સંકેત પણ મળી રહ્યા છે. ટ્રમ્પની ટેરિફ વોરની ભારત પર ખાસ પ્રતિકૂળ અસર જોવા નહીં મળે તેવી ધારણાં મૂકવામાં આવી રહી છે ત્યારે અમેરિકાની ટેરિફ વોરમાંથી બચવા ભારત અમેરિકાના વિવિધ માલસામાનો પર ટેરિફ ઘટાડવા તૈયારી કરી રહ્યું છે.
Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.