રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૭૨.૨૯ સામે ૭૩૭૬૭.૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૪૧૨.૨૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૩.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૫.૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૬૭૭.૧૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૯૭.૯૫ સામે ૨૨૫૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૩૫૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૫.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૧.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૪૩૬.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં સતત ખરીદી ગત સપ્તાહે સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર નવી ઊંચાઈનો ઈતિહાસ બાદ આજે સપ્તાહના બીજા દિવસે ઓવરવેલ્યુએશનના વધતાં જોખમ અને માર્ચ મહિનાનો આરંભ થઈ જતાં અને તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડોને સ્મોલ કેપ ફંડો મામલે નિયામક તંત્ર સેબીએ રોકાણકારોને જોખમો વિશે વધુ માહિતી પૂરી પાડવાની કરેલી તાકીદે સ્મોલ, મીડ કેપ શેરોમાં ખેલંદાઓ ઓપરેટરો અને ફંડોએ વેચવાલી કરતાં ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું છે. ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક અને ટાટા મોટર્સ શેરોમાં લેવાલી સામે ઈન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લાર્સન લિ. શેરો સાથે એફએમસીજી, આઈટી અને ટેકમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, ઓઈલ એન્ડ ગેસ, યુટિલિટીઝ, એનર્જી, પાવર, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, બેન્કેક્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૭૯ અને વધનારની સંખ્યા ૧૨૬૨ રહી હતી, ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૩.૫૨%, ભારતી એરટેલ ૩.૦૬%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૫૨%, સન ફાર્માસ્યુટિક્લ ઈન્ડસ્ટ્રીઝ ૧.૪૧% અને એનટીપીસી ૧.૨૬% વધ્યા હતા, જ્યારે બજાજ ફિનસર્વ ૪.૨૮%, બજાજ ફાઈનાન્સ ૪.૧૭%, ઈન્ફોસિસ ૧.૯૩%, નેસલે ઈન્ડિયા ૧.૮૮% અને ટીસીએસ ૧.૭૨% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૭૯ લાખ કરોડ ઘટીને ૩૯૨.૯૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક સ્તરે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારાની હાલ તુરત શકયતા નહીં હોવાના સંકેતે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે સ્થાનિક સ્તરે પણ બજારને સપોર્ટ મળ્યો છે. ભારતીય અર્થતંત્ર ઝડપી વિકાસ સાધવા સક્ષમ હોવાનો અને અહીં વિકાસની વિપુલ તકો પડેલી હોવાનો વિદેશી રોકાણકારોને અહેસાસ કરાવી ભારતીય બજારમાં વિદેશી ફંડોના રોકાણને આકર્ષવા માટેનો આ મોટો પ્રયાસ હોવાનું જોવાઈ રહ્યું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં કરેલી મોટી ખરીદીના પરિણામે ભારતીય શેરબજાર ઐતિહાસિક ટોચ નજીક ટ્રેડ થઇ રહ્યું છે. જો કે વેલ્યુએશન મામલે હજુ સ્મોલ, મિડ કેપ ઘણા શેરો ઓવરવેલ્યુઅડ હોવાને લઈ રેગ્યુલેટરી ઓથોરિટી સેબીએ મ્યુચ્યુઅલ ફંડોના એસેટ મેનેજરોને તેમના ફંડો સાથે સંકળાયેલા જોખમોની માહિતી રોકાણકારોને આપવા કરેલી તાકીદે અગમચેતીના પગલાં તેમજ ઓવરવેલ્યુએશનનું પરિબળ હજુ યથાવત હોવાથી દરેક ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.