રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૨.૨૦૨૪ ના રોજ…
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૨૦૮૫.૬૩ સામે ૭૨૨૬૯.૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૬૦૨.૧૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૩.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૪.૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧૭૩૧.૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૯૫૧.૪૦ સામે ૨૧૯૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૭૬૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૭૧.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૪.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૭૮૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગત સપ્તાહે નાણા પ્રધાન નિર્મલા સીતારામ દ્વારા વચગાળાના વોટ ઓન એકાઉન્ટ બજેટમાં મૂડી ખર્ચ જાળવી બોરોઈંગમાં ઘટાડો કરીને રાજકોષીય સ્થિત સાથે સમાજના દરેક વર્ગ યુવા, ગરીબ, મહિલા સહિતના ઉત્ત્થાન માટે જોગવાઈઓ કર્યા છતાં લોકસભા ચૂંટણી આવી રહી હોઈ ચૂંટણી બાદ નવી સરકાર દ્વારા જુલાઈમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટને ધ્યાનમાં લઈને મોદી સરકારે હાલ તુરત વેરા માળખામાં કોઈ ફેરફારો નહીં કરવામાં આવતાં નેગેટીવ અસરે બજારમાં ફંડો, ઈન્વેસ્ટરોએ આજે સપ્તાહના પ્રથમા દિવસે ઉછાળે વેચવાલી કરી હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસીય મીટિંગના અંતે માર્ચમાં વ્યાજ દરમાં ઘટાડો કરાશે કે નહીં એની અનિશ્ચિતતા બતાવતાં આજે ફંડોએ શેરોમાં તોફાની આરંભિક તેજી બાદ ઉછાળે ટ્રેડરોએ નફારૂપી વેચવાલી કરતાં ઉછાળો ઓસરી ગયો હતો અને ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, હેલ્થકેર, મેટલ, ઓટો, રિયલ્ટી, યુટિલિટીઝ, સર્વિસીસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૬ અને વધનારની સંખ્યા ૧૮૧૭ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૫.૪૬%, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૩.૩૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૩૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૧૯% અને ટાટા સ્ટીલ ૨.૦૨% વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૩.૫૩%, ભારતી એરટેલ ૩.૨૦%, બજાજ ફિનસર્વ ૨.૨૮%, મારુતી સુઝુકી ઈન્ડિયા ૨.૧૩% અને એચસીએલ ટેક્નોલોજીસ ૧.૭૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૧૫ લાખ કરોડ ઘટીને ૩૮૨.૬૧ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકન ફેડરલ રિઝર્વ તથા બેન્ક ઓફ ઈન્ગલેન્ડ બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પણ આગામી બેઠકમાં રેપો રેટ જાળવી રાખશે તેવો મત ઉભો થયો છે. ફેબ્રુઆરી, ૨૦૨૩થી રિઝર્વ બેન્કે રેપો રેટ ૬.૫૦%ની સપાટીએ જાળવી રાખ્યો છે. આ અગાઉ રિઝર્વ બેન્કનો મોનિટરી પોલિસી કમિટિએ વ્યાજ દરમાં તબક્કાવાર એકંદરે ૨.૫૦% જેટલો વધારો કર્યો હતો. રિઝર્વ બેન્ક વર્તમાન વર્ષના જુલાઈ સુધી વ્યાજ દરના હાલના સ્તર જાળવી રાખશે તેવી પણ ધારણાં વ્યકત કરવામાં આવી રહી છે. દેશમાં રિટેલ ફુગાવો ૨ થી ૬%ની રેન્જમાં જળવાઈ રહેતા વ્યાજ દર જાળવી રાખવાની નીતિ અપનાવવામાં આવી છે. જો કે ફુગાવો હજુ પણ રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટ કરતા ઊંચો પ્રવર્તી રહ્યો છે. દેશનો ડિસેમ્બર માસનો રિટેલ ફુગાવો ૫.૭૦% સાથે ચાર મહિનાની ટોચે રહ્યો હતો.
દેશનો રિટેલ ફુગાવો ૪% આસપાસ સ્થિર થવા સાથે એમપીસી ૨૦૨૪ના પાછલા છ મહિનામાં વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે તેવી શક્યતા જોવાઈ રહી છે. વર્ષ ૨૦૨૩માં ચોમાસુ અપ્રમાણસર ખાધાખોરાકીની કિંમતો ઊંચી જોવા મળી રહી છે જેને પરિણામે એકંદર ફુગાવો પણ ૫%થી ઉપર પ્રવર્તી રહ્યો છે. પરિણામે રિઝર્વ બેન્ક થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે. હાલના વ્યાજ દરે પણ દેશનું અર્થતંત્ર સ્થિર વિકાસ કરી રહ્યું છે અને ધિરાણ વૃદ્ધિ પણ સંતોષકારક સ્તરે છે, માટે વ્યાજ દરમાં કપાત કરવામાં સત્તાવાળા કોઈ ઉતાવળ નહીં કરે તેમ જણાય છે. રિઝર્વ બેન્કની હવે પછીની બેઠક ફેબ્રુઆરીની ૬ થી ૮ દરમિયાન નિર્ધારી છે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.