રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૬.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૨૩૨.૪૩ સામે ૫૨૩૬૭.૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૯૫૨.૭૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૬.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૨.૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૧૦૦.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૧૨.૪૦ સામે ૧૫૭૧૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૫૪.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૯૯.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં ફંડોએ ફરી ઓલ રાઉન્ડ તેજીનું તોફાન મચાવીને ઈન્ડેક્સ બેઝડ નવા વિક્રમો સર્જયા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે સાવચેતી સાથે ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લાગી હતી. કોરોના સંક્રમણની બીજી લહેર ધીમી પડીને હવે દેશભરમાં કેસોમાં ઝડપી ઘટાડો આવી રહ્યો હોઈ અને વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા દેશમાં રશીયાથી સ્પુટનિક વેક્સિનનો પ્રથમ સ્ટોક ભારત આવી પહોંચતાં અને ફરી દેશ લોકથી અનલોક તરફ વળી રહ્યો હોઈ આર્થિક પ્રવૃતિઓ ફરી ધમધમતી થવાની હિલચાલ અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા આગામી દિવસોમાં નવા સ્ટીમ્યુલસ પેકેજના અપેક્ષિત પગલાંએ ભારતીય શેરબજારમાં વિક્રમી તેજી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
કોરોના સક્રમણની બીજી લહેર ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવાથી આર્થિક મોરચે દેશ માટે અનેક પડકારો સામે આવવાની પૂરી શકયતા અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યાના નેગેટીવ પરિબળોને લઈ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત ક્ષેત્રો માટે ફરી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાની તૈયારીમાં હોવાના વડાપ્રધાનના સંકેત છતાં આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજીમાં સાવચેતી બતાવી શેરોમાં નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, બેન્કેકસ અને કન્ઝ્યુમર ડયુરેબલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૪ અને વધનારની સંખ્યા ૧૮૭૮ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્થાનિક સ્તરે વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભારત સરકારની મુશ્કેલી વધી શકે છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી સર્વોચ સપાટી તરફ વધી રહ્યા છે. કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં લોકડાઉન બાદ અનલોક સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે, જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
ગત સપ્તાહે બજારમાં જોવાયેલી તેજી બાદ આગામી દિવસોમાં વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવો તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.