Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

4
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૧૮૬ સામે ૭૭૬૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૪૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૫૮૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૪૨ સામે ૨૩૫૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૪૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉર હાલ પૂરતો સ્થગિત કરતાં સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી હતી અને બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૧૩૯૭ પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચર ૩૪૦ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાનો નિર્ણય સ્થગિત કર્યો હોવાની સાથે વધુમાં ચીન સાથે પણ વેપાર મુદ્દે વાતચીત કરવાનો નિર્ણય જાહેર કરતાં અને કેનેડા અને મેક્સિકો સાથે પણ ટેરિફના બદલે વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવાની સંભાવના વ્યક્ત કરતાં વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

આરબીઆઈની આ સપ્તાહે યોજનારી મોનેટરી પોલિસીમાં વ્યાજના દર ૨૫ બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી અપેક્ષાઓના પગલે બેન્કિંગ શેરોમાં તેજીમાં આવ્યા હતાં સાથે સાથે સ્થાનિક સ્તરે બજેટમાં સકારાત્મક સુધારાઓ અને જીડીપી ગ્રોથમાં મુખ્ય ભૂમિકા ભજવતાં એમએસએમઈ-કૃષિ ક્ષેત્રલક્ષી જાહેરાતોની અસર જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ મુદ્દે જાહેરાતના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં રૂપિયામાં તેજી આવી હતી. રૂપિયો ઓલટાઈમ લો ૮૭.૧૮ના તળિયે પહોંચ્યા બાદ આજે ૮૭ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૦ અને વધનારની સંખ્યા ૨૫૦૯ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સેન લી. ૪.૭૬%, અદાણી પોર્ટ ૩.૮૩%,ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૫૦%, ટાટા મોટર્સ ૩.૩૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૨૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૭૮%, એશિયન પેઈન્ટ ૨.૬૯%, એકસિસ બેન્ક ૨.૬૨%, એનટીપીસી લી. ૨.૫૭%, એચડીએફસી બેન્ક ૨.૫૧%, એચસીએલ ટેકનોલોજી ૨.૪૬ અને કોટક બેન્ક ૨.૪૦% વધ્યા હતા, જયારે આઈટીસી હોટેલ્સ ૪.૧૬%, ઝોમેટો લિ. ૧.૫૭%, નેસ્લે ઇન્ડિયા ૦.૮૧%, મારુતિ સુઝુકી ૦.૨૩%, ટેક મહિન્દ્ર ૦.૧૧% અને હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૦૬% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી લગભગ ૫ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ ૭ ફેબ્રુઆરીએ નાણાકીય સમીક્ષા અંગેના નિર્ણયની જાહેરાત કરશે. મોનેટરી પોલિસી કમિટીએ મે ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે રેપો રેટમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, સતત ૧૧ મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન મે ૨૦૨૦માં રેપો રેટમાં છેલ્લે ઘટાડો કરવામાં આવ્યો હતો. બજેટમાં વિકાસ દરમાં નરમાઈ, ફુગાવામાં ઘટાડાની અપેક્ષા અને રાજકોષીય કાર્યક્ષમતાને કારણે દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ – સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને ૫.૪% થયો હતો, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચો છે. ડિસેમ્બરમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના ૭.૨% થી ઘટાડીને ૬.૬% કર્યો હતો, જ્યારે ફુગાવાનો અંદાજ ૪.૫%થી વધારીને ૪.૮% કર્યો હતો.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field