રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૭.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૪૮૪.૬૭ સામે ૫૨૬૮૨.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૦૪.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૪.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૫.૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૮૮૦.૦૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૪૧.૫૫ સામે ૧૫૭૫૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૫૭.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૯.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૬૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણ કાળમાં દેશમાં ઘણા ઉદ્યોગોને ફટકો પડયા સાથે બેરોજગારીના સમસ્યા વધી હોઈ તાજેતરમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા અસરગ્રસ્ત ૮ ક્ષેત્રો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આર્થિક પ્રોત્સાહનના પગલાં જાહેર થવાના અહેવાલ વચ્ચે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડોએ નવી લેવાલી કરતાં તેજી જોવા મળી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ માટે તાજેતરમાં સરકારના પ્રોત્સાહનો અને હવે કોરોના વેક્સિનેશન માટે વધુ મંજૂરી સાથે આગામી દિવસોમાં સંક્રમણમાં ઘટાડાની અપેક્ષાએ આજે ફંડોએ સતત તેજી કરી હતી.
બેઝિક મટિરિયલ્સ શેરોમાં તેજી સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતીએ ફંડોની આઈટી શેરોમાં ફંડોની પસંદગીની લેવાલી જળવાઈ હતી. દિવસે ફંડોએ આજે અફડાતફડીમાં મેટલ, રિયલ્ટી શેરોમાં સતત ખરીદી ચાલુ રાખીને સાથે બેંકિંગ-ફાઈનાન્સ, સીડીજીએસ, ટેલિકોમ શેરોમાં પસંદગીની તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૧૨ અને વધનારની સંખ્યા ૨૨૨૪ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે લોકડાઉન સહિતના અન્ય પ્રતિબંધોના કારણે વિવિધ ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા. પરંતુ આ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨૫.૪૬ લાખ કરોડનો વધારો થયો હતો. માર્ચ માસથી દેશમાં સંક્રમણનો બીજો તબક્કો ઝડપથી પ્રસરતા દેશના મોટા ભાગના રાજ્યો દ્વારા લોકડાઉન સહિતના અન્ય પ્રતિબંધો અમલી બનાવાતા આર્થિક ગતિવિધીઓ ઠપ થઈ જતા અનેક ઉદ્યોગોને મોટાપાયે નુકશાન થયું હતું. બીજી તરફ આ સમયગાળા દરમિયાન શેરબજારમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરના સાનુકુળ પરિબળો પાછળ તેજીનો માહોલ ઉછળતા બીએસઈ સેન્સેક્સે તેમજ એનએસઇના નિફ્ટીએ નવા ઐતિહાસિક ઊંચા મથાળા હાંસલ કર્યા હતા.
પ્રથમ ત્રિમાસિક ૦૧ એપ્રિલથી ૩૦ જૂન સુધીમાં સેન્સેક્સમાં ૨૯૭૩.૫૬ પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો. જેના પગલે આ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨૫,૪૬,૯૪૫.૭૧ કરોડનો તોતિંગ વધારો થયો હતો. આમ આ સમય દરમિયાન ઊદ્યોગો ઠપ થયા હતા, જ્યારે ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંપત્તિ વધી હતી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આ સમય દરમિયાન તા.૧૫ જૂનના રોજ બીએસઈ માર્કેટ કેપ રૂ.૨,૩૧,૫૮,૩૧૬.૯૨ કરોડની સર્વાધિક ટોંચે પહોંચી ગયું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.