રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૫૦૫ સામે ૭૭૦૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૭૫૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૧૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૫૫૫ સામે ૨૩૩૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૩૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૪૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. ત્યારે તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. જો અમેરિકા તેની આયાત ડ્યુટીમાં મોટા ફેરફારો કરશે તો તેની સીધી અસર ભારતીય કંપનીઓ અને નિકાસકારોને પડશે તેવી આશંકાને કારણે વિદેશી રોકાણકારોએ તેમની વેચવાલી વધુ તીવ્ર બનાવતા આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા ડૉલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચતા આઈટી – ટેકનોલોજી શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, સોમવારે બજાર ખુલ્યું ત્યારે ડોલર સામે રૂપિયો ૬૦ પૈસાથી વધુ ઘટીને ૮૭ના સ્તરને પાર કરી ૮૭.૨૯ પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે પહોચી ગયો હતો, જયારે ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૧% વધીને ૭૬.૨૧ ડોલર પ્રતિ બેરલના ભાવ પર ટ્રેડ થઇ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડયુરેબલ, ફોકસ્ડ આઇટી, ટેક, આઇટી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૭૭ અને વધનારની સંખ્યા ૧૧૩૯ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૫.૨૮%, મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૯૬%, બજાજ ફિનસર્વ ૨.૩૦%, ભારતી એરટેલ ૧.૭૬%, મારુતિ સુઝુકી ૧.૫૦%, ઝોમેટો લિ. ૦.૮૯%, ટાઈટન કંપની ૦.૭૮%, ઇન્ફોસિસ લી. ૦.૬૫%, ટેક મહિન્દ્ર ૦.૩૪% અને અદાણી પોર્ટ ૦.૩૩% વધ્યા હતા, જયારે લાર્સેન લી. ૪.૬૪%, ટાટા મોટર્સ ૨.૬૪%, હિન્દુસ્તાન યૂનિલિવર ૨.૬૨%, એશિયન પેઈન્ટ ૨.૩૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૦૯%, એનટીપીસી લી. ૨.૦૫%, આઈટીસી લી. ૧.૭૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૫૪%, કોટક બેન્ક ૦.૯૫ અને એકસિસ બેન્ક ૦.૯૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકન પ્રમુખે મેક્સિકો અને કેનેડા પર ૨૫% અને ચીન પર ૧૦% ટેરિફ લગાવીને તેમણે એક નવું યુદ્ધ શરૂ કરી દીધુ છે. આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પના ટેરિફનો ડર ભારતની કરન્સીમાં કેમ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ સમગ્ર એશિયન કરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાંથી રૂપિયો પણ બાકાત નથી રહ્યો.
આંકડા પર નજર કરીએ તો ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં ૪%નો ઘટાડો જોવા મળી ચૂક્યો છે. અને આગામી બે મહિનામાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને આંકડો ૯૦ના સ્તરને પાર કરી શકે છે. બીજી તરફ ટ્રમ્પ પહેલાથી જ બ્રિક્સ દેશોને ચેતવણી આપી ચૂક્યા છે કે, જો બ્રિક્સ દેશો નવી કરન્સી પર વિચાર કરશે, તો તેમણે પણ મોટા ટેરિફ હુમલા માટે તૈયાર રહેવું પડશે. હવે જ્યારે મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવી ચૂક્યો છે ત્યારે તેમની આ ધમકી માત્ર ધમકી પૂરતી જ મર્યાદિત નથી રહી. બજારમાં એવું સેન્ટીમેન્ટ બની ચૂક્યું છે કે, ભારત પર પણ ટેરિફ લગાવવામાં આવી શકે છે. તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.