રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૯૦૩.૯૧ સામે ૭૩૭૫૭.૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૫૪૦.૨૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૧૦.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭.૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૭૬.૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૭૭.૫૦ સામે ૨૨૪૮૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૦.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૪૬.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને નાયમેક્ષ ૮૫ ડોલરની પાંચ મહિનાની ઊંચાઈએ તેમજ બ્રેન્ટ ૮૯ ડોલરની સપાટીએ પહોંચતાં અને દેશમાં અસહ્ય ગરમીના પરિણામે ચાલુ વર્ષે ફરી દુકાળના અહેવાલોને લઈ ફુગાવો – મોંઘવારીમાં ફરી વધારો થવાના જોખમે ઈન્ડેક્સ બેઝડ ફંડોએ સતત બીજા દિવસે ઉછાળે સાવચેતીમાં નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જો કે સ્મોલ, મિડ કેપ શેરોમાં અવિરત વ્યાપક તેજી કરી ગત નાણાકીય વર્ષના બે મહિનામાં વેચેલા શેરોમાં આકર્ષક વેલ્યુએશને મળતાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની યુટિલિટીઝ, પાવર, આઈટી, ટેક, ઈન્ડસ્ટ્રીયલ્સ, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં સ્ટોક સ્પેસીફીક ખરીદી રહી હતી. આ સાથે જીઓપોલિટીકલ ટેન્શનને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર પણ જોવાઈ હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઓટો, એફએમસીજી, કન્ઝ્યુમર ડયુરેબલ, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી, સર્વિસીઝ, હેલ્થકેર અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૫૪ અને વધનારની સંખ્યા ૨૭૯૮ રહી હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૯૫%, નેસલે ઈન્ડિયા ૧.૪૨%, ટાટા મોટર્સ ૧.૨૩%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૨૧% અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૧% વધ્યા હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક ૧.૮૪% એચસીએલ ટેક્નોલોજી ૧.૮૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૨%, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૯૦% અને ઈન્ફોસિસ ૦.૮૪% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૭૯ લાખ કરોડ વધીને ૩૯૭.૩૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં ઊંચા તાપમાન તથા હીટવેવની ભારતીય હવામાન વિભાગની આવી પડેલી ચેતવણી દેશની સામાન્ય જનતા સાથો સાથ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ચિંતામાં પણ વધારો થયો છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની વર્તમાન નાણાં વર્ષની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈ છે અને પાંચમી એપ્રિલે કમિટિ પોતાનો નિર્ણય જાહેર કરશે. મારા અંગત મત મુજબ રેપો રેટમાં ઘટાડો હવે ઓગસ્ટ અથવા ઓકટોબરની બેઠકમાં જોવા મળી શકે છે. જો કે તેનો આધાર પણ ખરીફ વાવણીની કામગીરી તથા ચોમાસાની સ્થિતિ પર રહેશે.
છેલ્લા અનેક મહિનાથી દેશમાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટ કરતા સતત ઊંચો રહ્યા કરે છે. ઊંચા ફુગાવાને કારણે છેલ્લી ૬ બેઠકમાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૬.૫૦% યથાવત રાખ્યો છે. વ્યાજ દરમાં ઘટાડો શરૂ કરવા પહેલા રિઝર્વ બેન્ક ફુગાવાને ૪%ની નજીક લાવવા માગે છે. શાકભાજી તથા અનાજના પાકને કોઈપણ નુકસાન ગ્રામ્ય માગ પર અસર કરી શકે છે. કોફી, પામ ઓઈલ, ખાંડ જેવા ખાધ્ય પદાર્થોના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ખાંડના ભાવમાં વાર્ષિક ધોરણે ૧૦% જેટલો વધારો થયો છે. એપ્રિલથી જૂનના ગાળામાં દેશમાં તાપમાન સામાન્ય કરતા વધુ ગરમ તેમજ હીટવેવ રહેવાની હવામાન વિભાગની ધારણાં છે તેથી ફુગાવામાં વધારો થઇ શકે છે. દેશમાં ખરીફ વાવેતર જૂનથી શરૂ થતું હોવાથી ખરીફ અનાજ પર પણ હીટવેવની અસર નકારાતી નથી.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
email :- hellonikhilbhatt@gmail.com
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.