રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૭.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૧૮.૬૦ સામે ૫૨૪૩૪.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૧૭૭.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૦.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૬.૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૪૮૪.૬૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૧૦.૬૦ સામે ૧૫૭૪૩.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૫૯.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૪૭.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડોએ આજે ટ્રેડીગની શરૂઆત તેજી સાથે કરી હતી. ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃતિ છેલ્લા ૧૧ મહિનામાં પ્રથમ વખત જૂનમાં મંદ પડીને ૪૮.૧ આવતાં અને ક્રુડ ઓઈલના ભાવોમાં અવિરત તેજીના નેગેટીવ પરિબળ સાથે ફોરેન ફંડો-એફપીઆઈઝની શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલીના પરિણામે ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી પણ જોવા મળી હતી.
આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધુ વધારો થવાની શકયતા અને એના પરિણામે મોંઘવારીમાં અસહ્ય વધારો થવાના અનેક નેગેટીવ પરિબળો છતાં ચોમાસાની સારી પ્રગતિ અને પાછલા દિવસોમાં કોરોનાને કારણે લોકડાઉનની પરિસ્થિતિ બાદ ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના જૂન ૨૦૨૧ મહિનાના આંકડા એકંદર સારી વૃદ્વિના આવતાં અને સાથે સાથે હેલ્થકેર ક્ષેત્રે સરકારના પ્રોત્સાહનો-પેકેજના સતત આકર્ષણે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફરી વેલ્યુબાઈંગ કરતાં તેજી રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઈન્ડસ્ટ્રીયલ, યુટીલીટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૫ અને વધનારની સંખ્યા ૧૯૦૭ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, જુન માસમાં ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ છેલ્લા અગિયાર મહિનાની નીચી સપાટીએ રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે વિવિધ રાજ્યો દ્વારા હાથ ધરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે ઉદ્યોગોએ ઉત્પાદનમાં ઘટાડો કરવા ઉપરાંત કર્મચારીઓની સંખ્યા પર કાપ મૂકવાની ફરજ પડી છે. નિક્કી મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે મેમાં ૫૦.૮૦ હતો તે જુનમાં ઘટીને ૪૮.૧૦ રહ્યો છે. કોરોનાને કારણે વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા લોકડાઉન્સ જેવા પગલા બાદ હવે નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના થઈ રહેલા ફેલાવાથી ભારતના નીતિવિષયકોની ચિંતામાં વધારો થયો છે.
ભારતમાં કોરોનાની તિવ્રતામાં વધારાને કારણે ઉત્પાદન ક્ષેત્ર પર અસર પડી હોવાનું આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. સર્વેમાં ઉત્પાદન ક્ષેત્રના જે ત્રણ મુખ્ય સેગમેન્ટને આવરી લેવામાં આવે છે તેમાં કેપિટલ ગુડસ સેગમેન્ટ પર જુન માસમાં ઘણી જ ગંભીર અસર પડી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરેલા વધુ એક આર્થિક પેકેજ પહેલા આ સર્વે હાથ ધરાયો હતો. જેમાં આગામી એક વર્ષ માટેનો ઉદ્યોગોનો આશાવાદ ઘટીને જુલાઈ ૨૦૨૦ બાદની નીચી સપાટીએ રહ્યો છે. કોરોનાનો અંત કયારે આવશે તેને લઈને કંપનીઓ ચિંતીત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.