Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૪.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૦૨૪ સામે ૭૬૧૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૦૬૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૬૧૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૨૧ સામે ૨૩૩૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૩૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાગુ કરવાની તૈયારીઓ વચ્ચે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સેક્ટોરલ સ્પેસિફિક સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સમાં ગઈકાલના અંદાજીત ૧૪૦૦ પોઈન્ટના કડાકા બાદ નીચા મથાળે નવી લેવાલી નોંધાતા આજે બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૫૯૨ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં મિક્સ ટોન સાથે ટ્રમ્પે અમેરિકાથી ભારતમાં થતી નિકાસો પર ભારત સરકાર ટેરિફ ઘટાડવા તૈયાર હોવાના કરેલા દાવાના પગલે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના નામે વિશ્વમાં મચાવેલી ઉથલપાથલ ચાલુ રહી હવે ૨, એપ્રિલના દેશ મુજબ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરવાના હોઈ આ પૂર્વે ટ્રેડ નિષ્ણાતો સાથે આ મુદ્દે સ્પષ્ટતા મેળવી નિયમો ઘડી રહ્યાના અહેવાલે વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોને મૂંઝવણમાં મૂકવાનું ચાલુ રાખ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન, ટેક, એફએમસીજી, સર્વિસીઝ, ફાઈનાન્શિયલ સર્વિસ, ફોકસ્ડ આઈટી, બેન્કેકસ અને ઓટો શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૧ અને વધનારની સંખ્યા ૨૮૬૩ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૯૨%, ટાઈટન કંપની લિ. ૩.૭૭%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૮૮%, મારુતિ સુઝુકી ૨.૦૯%, ટેક મહિન્દ્ર ૨.૦૪%, અદાણી પોર્ટ ૧.૯૩%, ભારતી એરટેલ ૧.૭૯%, એચડીએફસી બેન્ક ૧.૭૦% અને ઇન્ફોસિસ લિ. ૧.૪૬% વધ્યા હતા, જયારે નેસ્લે ઇન્ડિયા ૧.૩૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૮૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૮%, બજાજ ફિનસર્વ ૦.૬૮%, લાર્સેન લિ. એશિયન પેઈન્ટ ૦.૩૮%, બજાજ ફાઈનાન્સ ૦.૩૩%, ટીસીએસ લિ. ૦.૧૫% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૧% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ભારતના અર્થતંત્રના વિકાસના ઘણા પડકારો દેખાઈ રહ્યા છે. ટેરિફ, વેપારની અનિશ્ચિતતા અને વધતા જિયો પોલિટિકલ ટેન્શનને કારણે વૈશ્વિક સ્તરે તણાવ યથાવત્ છે. જોકે, સ્થાનિક સ્તરે મજબૂતાઈ અને ઘટતા ફુગાવાના કારણે ભારતીય અર્થતંત્ર સારી સ્થિતિમાં જોવા મળે છે. નાણા મંત્રાલયે ગત સપ્તાહે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ ટેરિફમાં અનિયંત્રિત વધારાને કારણે વૃદ્ધિ પર અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પ દ્વારા ૨ એપ્રિલથી ટ્રેડિંગ પાર્ટનર્સ પર વળતો ટેરિફ લાદવાની ધમકી આપી છે. આ ક્રમમાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ પર ભારે ડયૂટી લાદવામાં આવી છે.

ટેરિફની કેવા પ્રકારની અસર થશે તેનો અંદાજ નથી પરંતુ તે વૈશ્વિક વૃદ્ધિને અસર કરી શકે છે. વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો થવાની સંભાવના છે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા પર અંદાજીત ૫ થી ૧૦ બેસિસ પોઈન્ટ્સની અસર થઈ શકે છે સાથે સાથે અન્ય અસરો ઘણી વધારે પણ હોઈ શકે છે. જો કે એક અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ધીમી વૃદ્ધિને કારણે આગામી નાણાકીય વર્ષ દરમિયાન એકંદર વૃદ્ધિમાં તેજી આવી શકે છે. આ ઊપરાંત નીચા ફુગાવા, રેન્જ-બાઉન્ડ વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ, સરકારી ટેક્સ પ્રોત્સાહનો, નીચા ધિરાણ દરો, વધારાની પ્રવાહિતા અને વધુ સ્થિર વૈશ્વિક વાતાવરણને કારણે આ વર્ષના અંત સુધી સેન્ટિમેન્ટ મજબૂત રહેવાની ધારણા છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field