Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક અર્થતંત્ર અને ફુગાવા અંગેની ચિંતાએ ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી...

વૈશ્વિક અર્થતંત્ર અને ફુગાવા અંગેની ચિંતાએ ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

120
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૦.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૨૬.૩૬ સામે ૫૮૮૮૯.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૫૫૧.૧૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૩૯.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૦.૭૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૭૬૫.૫૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૨૩.૧૫ સામે ૧૭૫૨૩.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૩૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૭.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૨૫.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વિશ્વમાં આ વખતે આર્થિક કટોકટીના બદલે સર્જાવા લાગેલી એનજી કટોકટીના ભરડાંમાં ચાઈના આવી જતાં ઘણાં ભાગોમાં ફેકટરીઓ બંધ કરવાનો વખત આવતાં અને બીજી બાજુ યુ.કે.માં પણ પેટ્રોલ, ડિઝલની સાથે ગેસ સ્ટેશનો બંધ થવા લાગ્યાના અહેવાલો વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ટ ક્રુડના ૮૦ ડોલરની સપાટી પાર કરી જતાં વધેલી ચિંતાએ આજે વૈશ્વિક બજારોની રાહે ભારતીય શેરબજારમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો હતો. ચાઈના એક તરફ જાયન્ટ રિયાલ્ટી ડેવલપર ગ્રૂપ એવરગ્રાન્ડેના મહા સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું એવામાં હવે પાવર કટોકટી સર્જાતાં એની વૈશ્વિક સપ્લાય પર મોટી અસર થવાના અંદાજોએ સાવચેતીમાં ફંડોએ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં એક મહિનામાં ફરી કોરોના ડેલ્ટા સંક્રમણ ફેલાવાની શરૂઆત થયાના અહેવાલે ચિંતા વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે નરમાઈ જોવાઈ હતી. દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણની ત્રીજી લહેર હાલ તુરત અંકુશમાં  હોવાના પોઝિટીવ પરિબળ છતાં ઈન્ડેક્સ બેઝડ લાંબા સમયથી અવિરત ઐતિહાસિક તેજી બતાવનારા ભારતીય શેરબજાર મહત્વના મૂકામ પર આવી પહોંચ્યું હોઈ ફંડોએ સાવચેતીમાં આજે ઈન્ડેક્સ બેઝડ ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૧% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ, હેલ્થકેર, બેઝિક મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, યુટિલિટીઝ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૦ અને વધનારની સંખ્યા ૧૮૦૯ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, એક તરફ દેશ કોરોના મહામારી પછી ઈતિહાસના સૌથી નબળા આર્થિક વૃદ્ધિ દરથી ઉભરી રહ્યો છે અને બીજી તરફ શેરબજાર એક પછી એક ઐતિહાસિક ઉંચી સપાટી સર કરી રહ્યું છે. કોરોનાકાળનો જો સૌથી મોટો લાભ કોઈ ક્ષેત્રને મળ્યો હોય તો તે દેશનું કોર્પોરેટ ક્ષેત્ર છે અને આ પછી બીજા ક્રમે સરકાર આવે છે. આ સ્થિતિમાં નાણા પ્રવાહિતા વર્તમાન સ્થિતિમાં રહેશે તો શેરબજાર હજુ પણ નવા અને નવા કીર્તિમાન સર કરતું રહેશે. હાલ ભારતીય બજારો પ્રાઇસ-ટુ-અર્નીંગ વેલ્યુએશનની દ્રષ્ટિએ ૧૦ થી ૧૫% પ્રિમીયમે ટ્રેડિંગ થઇ રહ્યા છે. જ્યારે અન્ય ઊભરતા બજારોની તુલનાએ તે ૬૫ – ૭૦% પ્રિમીયમે ટ્રેડ થઇ રહ્યા છે. વિવિધ સરકારી નીતિઓ, કોર્પોરેટ અર્નીંગ ગ્રોથ અને બોન્ડની નીચી ઉપજના કારણે ભારતીય બજારોનું વેલ્યુએશન ઊંચકાયું છે.

પ્રર્વતમાન બજારનો ટ્રેન્ડ અને ઊંચા વેલ્યુએશનને જોતા વ્યક્તિગત ધોરણે હવે એસેટ એલોકેશન અને પોર્ટફોલીયો લેવલ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. જો કે, રોકાણકારોએ બજારમાં હાલના ઉંચા લેવલે નવી ખરીદીથી દૂર રહેવું જોઇએ. બજારમાં તાજેતરમાં એકધારી તેજી જોવા મળી છે. જેના કારણે આગામી સમયમાં કરેકશનની સંપૂર્ણ શક્યતા છે. આમ પણ ભૂતકાળના ટ્રેન્ડને જોતા બજાર માટે ઓક્ટોબર માસ કરેકશનનો મહિનો ગણવામાં આવે છે. આમ, ઊંચા મથાળે બજારમાં સાવચેતીનું વલણ અપનાવવું અત્યંત જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field