રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૨.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૧૭૫૨.૧૧ સામે ૭૧૯૯૮.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૫૭૪.૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૭૬.૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૬.૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧૬૪૫.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૮૦૮.૬૦ સામે ૨૧૮૦૦.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૭૨૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૭૪૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું બજેટ વચગાળાનું હોવાથી તેમાં ખાસ મોટી જાહેરાતો ન થતા બજેટ એક નોન ઈવેન્ટ બની રહ્યું હતું. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસીસ, પાવર, યુટિલિટીઝ, બેન્કેક્સ, ઓટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૨૨ અને વધનારની સંખ્યા ૧૮૧૯ રહી હતી, ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતી સુઝુકી ઈન્ડિયા ૪.૪૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૪૯%, એક્સિસ બેન્ક ૧.૫૭% એનટીપીસી ૧.૩૨% અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૧૨% વધ્યા હતા, જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો ૨.૩૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૨૬%, જેએસડબલ્યૂ સ્ટીલ ૨.૦૩%, ટાઈટન કંપની ૧.૯૩% અને બજાજ ફાઈનાન્સ ૧.૭૫ ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૩૬ લાખ કરોડ ઘટીને ૩૭૯.૪૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૯ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.
એક વર્ષ દરમિયાન શેરબજાર માટે વલણ નક્કી કરતી એક મોટી ઇવેન્ટ એટલે કેન્દ્રીય બજેટ… નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે એટલે કે આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. સામાન્ય રીતે લોકોને સર્વાંગી વિકાસલક્ષી બજેટની અપેક્ષા હોય છે, પરંતુ વચગાળાનું બજેટ હોવાથી તેમાં ખાસ મોટી જાહેરાતો કરવામાં આવી ન હતી. વચગાળાના બજેટમાં એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી મેળવી એપ્રિલ/મે માસમાં સામાન્ય ચૂંટણીઓ બાદ ચૂંટાયેલી નવી સરકાર જુલાઈ માસમાં સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. તો ચાલો જાણીએ આ વખતે વચગાળાના આ બજેટમાં કઈ કઈ જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી અને કયા કયા મુદ્દાઓને આવરી લેવાનો પ્રયાસ કરાયો…
એગ્રીકલ્ચર :- મોદી સરકારના છેલ્લા બજેટ 2.0માં ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ન હતો. કૃષિ ક્ષેત્રે જોઈએ તો ખેડૂતો માટે ઘણી જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં જણાવવામાં આવ્યુ કે ડેરી ખેડૂતોને મદદ કરવા માટે યોજના બનાવવામાં આવશે. તેલીબિયાંમાં આત્મનિર્ભરતા માટે અને ઝડપી વિકાસ માટે નવી આર્થિક નીતિઓ બનાવવામાં આવી રહી છે. પીએમ મત્સ્ય યોજના ૫૫ લાખ નવી નોકરીઓ આપાશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર :- ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર અંદાજીત ૧૧% વધુ ખર્ચ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી ૫ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.
રેલ્વે :- નાણાંપ્રધાને બજેટમાં રેલવે અંગે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે ભારતમાં ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે અને અંદાજીત ૪૦ હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
એવિએશન :- એરલાઇન કંપનીઓએ અંદાજીત ૧૦૦૦ નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને ૧૪૯ થઈ ગઈ છે. ટિયર ટુ અને ટાયર થ્રી શહેરોમાં એર કનેક્ટિવિટી વધી છે. ફ્લાઇટ પ્લાનિંગ દ્વારા ૫૧૭ નવા રૂટ દ્વારા ૧.૩ કરોડ મુસાફરો તેની સાથે જોડાયા છે. એવિએશન સેક્ટરનીસાથે ટુરિઝમ તેમજ હોટેલ સેક્ટરને પણ ફાયદો થશે.
રિન્યુએબલ ગ્રીન એનર્જી – કોરોના કાળમાં પડકાર છતાં કેન્દ્ર સરકાર ૩ કરોડ ઘરોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છે ત્યારે ત્યારે હવે રૂફટોપ સોલાર એનર્જી માટે અંદાજીત ૧ કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે અને દર મહીને ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરાંત આગામી ૫ વર્ષમાં રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ પર સંપૂર્ણ ફોકસ સાથે દેશનો વિકાસ માટે શાનદાર રહેવાની આપેક્ષા સાથે સરકાર નેક્સ્ટ જનરેશન રિફોર્મ લાવશે. મધ્યમ વર્ગ માટે હાઉસિંગ સ્કીમ તેમજ એમએસએમઈ માટે બિઝનેસ સરળ કરવા પર કામ શરૂ કરવામાં આવશે.
બજારની ભાવિ દિશા….
મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. સરકારે પડકારોનો સામનો કર્યો અને લોકોના હિતમાં માળખાકીય સુધારા કર્યા અને છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે ત્યારે આયોજનબદ્ધ બજેટની રજૂઆત તો થઇ અને તેનો અમલીકરણ પણ વહેલી તકે શરુ થશે એ આશા સાથે આગામી દિવસોમાં બજેટની પોઝીટીવ અસરો ખાસ કરી ને એગ્રીકલ્ચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ્વે, એવિએશન અને રિન્યુએબલ ગ્રીન એનર્જી સેક્ટરની કંપનીઓમાં જોવા મળી શકે છે અને આ શેરોના ભાવો તબક્કાવાર ઉછાળો નોંધાવી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.