Home દેશ - NATIONAL સિદ્ધાર્થ મોહિતે સૌથી લાંબી બેટિંગનો રેકોર્ડ બનાવવા, ક્રિઝ પર 72 કલાક, પાંચ...

સિદ્ધાર્થ મોહિતે સૌથી લાંબી બેટિંગનો રેકોર્ડ બનાવવા, ક્રિઝ પર 72 કલાક, પાંચ મિનિટ વિતાવી

113
0

(જી.એન.એસ),તા.૦૨


મુંબઈ

સિદ્ધાર્થ મોહિત Image From Google


મુંબઈના 19 વર્ષીય યુવા ક્રિકેટર સિદ્ધાર્થ મોહિતે એક પોતાની આગવી ઓળખ બનાવવા અને તેનામાં કઇક ટેલેન્ટ છે તે દુનિયાને બતાવવા કે, સૌથી લાંબી બેટિંગનો રેકોર્ડ બનાવવાના પ્રયાસમાં નેટ સેશન દરમિયાન ક્રિઝ પર 72 કલાક, પાંચ મિનિટ વિતાવી હતી. અને આ સપ્તાહને અંતે 72 કલાક અને પાંચ મિનિટ બેટિંગ કરીને વિરાગ માનેના નામે ૫૦ કલાક નો રેકોર્ડ પણ તોડી નાખ્યો અને હવે તે તેની સિદ્ધિને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્યતા મળે તેની રાહ જોઈ રહ્યો છે. કોવિડ-19 પછીના લોકડાઉનને કારણે સિદ્ધાર્થ મોહિતના કારકિર્દીના બે સારા વર્ષ ખોવાઈ ગયા ,ને તે મોટી ખોટ માની ને કઈક અલગ કરવાનું વિચાર્યું અને અચાનક સિદ્ધાર્થ મોહિતના મગજમાં વિચાર આવ્યો પછી, ઘણી એકેડેમીમાં અને અનેક કોચનો સંપર્ક ના પ્રયાસો કર્યા, ત્યાર પછી તેના કોચ જ્વાલા સિંહે તેના પ્રયાસમાં મદદ કરી હતી. જ્વાલા સિંહ યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલની કોચ છે. મોહિતે તેમના વિશે કહ્યું, ‘બધા મારા માટે નકારી રહ્યા હતા. તે પછી મેં જ્વાલા સરનો સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે કેમ નહીં. તેણે મને સંપૂર્ણ ટેકો આપ્યો અને મને જે જોઈએ તે પૂરું પાડ્યું. જ્વાલા સિંહે મોહિતે વિશે કહ્યું, ‘તે કોવિડ-19 પહેલા 2019માં MCC પ્રો-40નો હિસ્સો હતો અને પછી કોરોના મહામારી આવી. તેની માતા તેની રમત માટે મારો સંપર્ક કરતી હતી. પરંતુ લોકડાઉનના કારણે બધુ બંધ હતું. પછી એક દિવસ તેણે મને ફોન કરીને આ કારનામા વિશે પૂછ્યું. સાચું કહું તો, મેં વધારે રસ નહોતો લીધો પરંતુ મને ખબર હતી કે ઘણા યુવા ખેલાડીઓએ કોરોનાને કારણે તેમના સારા વર્ષો ગુમાવ્યા. તેથી મેં વિચાર્યું કે જો કોઈને કંઈક અલગ કરવું હોય તો શા માટે નહીં. તેથી મેં સમર્થન આપવા સંમતી દર્શાવી. બોલરોનો એક સમૂહ મોહિતેને ટેકો આપવા માટે સમગ્ર સત્ર દરમિયાન તેની સાથે રહ્યું. નિયમો અનુસાર, બેટ્સમેન એક કલાકમાં પાંચ મિનિટનો આરામ લઈ શકે છે. મોહિતેનું રેકોર્ડિંગ અને સંબંધિત કાગળો હવે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીયોને રોમનિયાથી એરલિફ્ટ કરવા C-17 એરક્રાફ્ટની મદદ આવી
Next articleટાઇગર શ્રોફની આગામી ફિલ્મો આ વર્ષે આવી શકે તેવી શક્યતાઓ