રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૨.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૫૨૯.૯૧ સામે ૫૫૩૨૧.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૧૮૩.૭૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૮૪.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૨૮.૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૮૫૮.૫૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૭૨.૭૦ સામે ૧૬૪૪૯.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૪૯.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૩.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯૪.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૬૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. પશ્ચિમી દેશોની દરમિયાનગીરીના પરિણામે યુક્રેન – રશીયા યુદ્વ મામલે બન્ને દેશો વાટાઘાટ માટે તૈયારી બતાવ્યાના અહેવાલે ટેન્શન હળવું થતાં વૈશ્વિક બજારોમાં ઝડપી રિકવરી સાથે આજે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ, નિફટીનું ગુરુવારનું ગાબડું શુક્રવારે અડધું પૂરાયું હતું. ફંડો, મહારથીઓએ આજે નવી મોટી ખરીદી સાથે શોર્ટ કવરિંગે તેજી કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ અસમંજસની સ્થિતિ યુદ્ધમાં ફરતા વિશ્વભરના શેરબજારોમાં બે દિવસથી ભૂકંપ જોવા મળ્યા બાદ આજે યુદ્ધના એંધાણ ઓસરતા અને બોર્ડર પરથી વાટાઘાટના સમાચાર આવતા ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગે તેજી જોવા મળી હતી.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી શેરોને ઉછાળીને સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ઓપરેટરોએ સતત લેવાલી એ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. મેટલ શેરોની આગેવાનીમાં આજે ફંડોએ આક્રમક શોર્ટ કવરિંગ કર્યા સાથે રિયલ્ટી, પાવર શેરો તેમજ યુટિલિટીઝ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ શેરો અને બેંકિંગ – ફાઈનાન્સ, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં શોર્ટ કવરિંગની તેજી કરી હતી. અલબત ફંડોએ ખાસ મોટી નવી ખરીદીથી દૂર રહીને આજે લોકલ ફંડોના સથવારે શોર્ટ કવરિંગની જ તેજી કરી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૪.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, રિયલ્ટી, પાવર, યુટિલિટીઝ, બેઝિક મટિરિયલ્સ અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૮૧ અને વધનારની સંખ્યા ૨૫૯૫ રહી હતી, ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રશિયા – યુક્રેન યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં અરાજકતાનો માહોલ છે. વિશ્વ અર્થવ્યવસ્થા કટોકટીની સ્થિતિમાં મુકાઈ છે. યુરોપિયન દેશોએ રશિયા સાથે છેડો ફાડ્યા બાદ અમેરિકા અને વિશ્વના અન્ય દેશો પણ અનેક પ્રતિબંધો લાદી રહ્યાં છે ત્યારે આપણે સમજવું જોઇએ કે ભારતનો રશિયા અને યુક્રેન સાથેનો વેપાર કેટલો છે અને ભારતને કેટલું નુકશાન થઈ શકે છે કે કેટલો ફાયદો થઈ શકે છે. નિકાસકારોના સંઘ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સએ જણાવ્યું હતું કે યુક્રેન – રશિયા લશ્કરી કટોકટી માલની અવરજવર, ચૂકવણી અને તેલની કિંમતોને અસર કરશે અને પરિણામે તે દેશના વેપારને પણ અસર કરશે. ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૯.૪બિલિયન ડોલરનો રહ્યો છે. ભારત મુખ્યત્વે ઇંધણ, ખનિજ તેલ, મોતી, કિંમતી અથવા અર્ધ કિંમતી પથ્થરો, પરમાણુ રિએક્ટર, બોઇલર, મશીનરી અને યાંત્રિક સાધનોની રશિયા પાસેથી આયાત કરે છે. તે જ સમયે, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, પાવર મશીનરી અને સાધનો, કાર્બનિક રસાયણો અને વાહનો રશિયામાં નિકાસ કરવામાં આવે છે.
યુક્રેન પર રશિયાના હુમલાથી મોંઘવારી બેફામ બનવાની ચિંતા સર્જાઇ છે એવા સમયે અમેરિકાની ફેડ રિઝર્વને આગામી માર્ચની ધિરાણનીતિમાં વ્યાજદરમાં ૦.૫૦%ની વૃદ્ધિ કરવાની ફરજ પડી શકે છે. અર્થવ્યવસ્થામાં ઝડપી રિકવરી, વધતી માંગ અને ક્રૂડ ઓઇલમાં તેજીના પગલે મોંઘવારી બેફામ બનવાની ચિંતા છે. નોંધનીય છે કે, અમેરિકામાં ફુગાવાનો દર વર્ષ ૧૯૮૦ પછીની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષ ઉપરાંત યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારાની શક્યતાને પગલે છેલ્લા ઘણા મહિનાથી વૈશ્વિક શેરબજારમાં વેચવાલીનો માહોલ છે. ભારતીય શેરબજારમાં વિદેશ રોકાણકારો વ્યાજદર વધવાની દહેશત છેલ્લા પાંચ મહિનાથી નેટ સેલર્સ રહ્યા છે. યુએસ ફેડ રિઝર્વ વર્ષ ૨૦૨૨માં પાંચ વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે, જ્યારે નોમુરાએ આગામી માર્ચની બેઠકમાં ૫૦ બેસિસ પોઈન્ટની વૃદ્ધિની ચેતવણી આપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.