Home દેશ - NATIONAL દિપીકા અને હૃતિક રોશનની ફિલ્મ ફાઈટરનું શુટિંગ ઝડપી શરૂ થશે

દિપીકા અને હૃતિક રોશનની ફિલ્મ ફાઈટરનું શુટિંગ ઝડપી શરૂ થશે

105
0

(જી.એન.એસ),તા.૨૬


મુંબઈ


હૃતિક રોશન અને દિપિકા પાદુકોણ પ્રથમ વખત સાથે સ્ક્રીન શેયર કરવા માટે પુરી રીતે તૈયાર છે. બંને સ્ટાર્સ એક સાથે કામ કરશે તેવા સમાચાર ત્યારે સામે આવ્યા હતા, જ્યારે ‘સુપર ૩૦’ સ્ટાર હૃતિક રોશનનો જન્મદિવસ હતો. અભિનેતાએ જન્મદિવસ પર આ ફિલ્મની જાહેરાત કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ઘણી ચર્ચા થઈ. હૃતિક રોશનના ફેન્સ ત્યારેથી લઈ અત્યાર સુધી આ ફિલ્મ વિશે જાણવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હૃતિક-દિપિકાના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે, આ ફિલ્મ હવે ફ્લોર પર જવા માટે બિલકુલ તૈયાર છે. ફિલ્મ ફાઈટર જૂનમાં ફ્લોર પર આવશે. દિપિકા પાદુકોણ અને હૃતિક રોશન વર્ષ ૨૦૨૨માં જ જૂન મહિનામામં ફ્લોર પર આવશે. હૃતિક રોશન અને દિપિકા પોતાના પર ખુબ જ મહેનત કરી રહ્યા છે, કારણ કે આ એક એક્શન ફિલ્મ હશે. લોકડાઉનના પ્રતિબંધો હટાવ્યા બાદ હવે આ ફિલ્મને લઈને એવી યોજના છે કે ‘ફાઈટર’નું શૂટિંગ વિશ્વભરના શ્રેષ્ઠ સ્થળોએ કરવામાં આવશે. કોવિડના કારણે ફિલ્મનું શૂટિંગ ડિલે થયું હતું. ફાઈટરમાં હૃતિક રોશન અને દિપિકા પાદુકોણ સિવાય અનિલ કપૂર પણ નજર આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મને આગામી વર્ષે ૨૦૨૩માં ૨૬ જાન્યુઆરીની આસપાસ રિલિઝ કરવામાં આવી શકે છે. હૃતિક રોશનની ફિલ્મ ફાઈટર જાેન અબ્રાહમની અપકમિંગ ફિલ્મથી ટકરાશે. જ્યારથી ફાઈટરની જાહેરાત થઈ છે, દિપિકા અને હૃતિક રોશનની જોડીની તુલના ટોમ ક્રૂઝ અને એન્જલિના જોલીની સાથે કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણ ફિલ્મ ગહેરાઈયામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકાનો બોલ્ડ અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા. તે જ સમયે, દીપિકાના ફાઈટર વિશે એવી આશાઓ પણ છે કે અભિનેત્રી આ ફિલ્મમાં પણ કંઈક નવીનતા લાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજલારામબાપાના દર્શન કરવા વિરપુરમાં ભાવિકો ઉમટ્યા
Next articleસાઉથ અભિનેતા ચેતન કુમારને જામીન મળ્યા